લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને અત્યાર સુધીનો સૌથી મોટો ફટકો પડ્યો છે. વાત જાણે એમ છે કે, તાજેતરમાં કોંગ્રેસે લોકસભા ચુંટણી માટે અમદાવાદ પૂર્વની બેઠક પર ઉમેદવાર જાહેર કરેલરોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. મહત્વનું છે કે, અગાઉ રોહન ગુપ્તાએ અમદાવાદ પૂર્વ પર ટિકિટ મળ્યા બાદ પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી. કોંગ્રેસના રાષ્ટ્રિય પ્રવક્તા રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામુ ધરી દેતાં રાજકીય ગરમાવો આવી ગયો છે. વિગતો મુજબ અગાઉ અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાના ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો હતો. જ્યારે તેમના પિતાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ છે.
કોંગ્રેસના રાષ્ટ્રિય પ્રવક્તા રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામુ ધરી દેતાં રાજકીય ગરમાવો આવી ગયો છે. વિગતો મુજબ અગાઉ અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાના ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો હતો. જ્યારે તેમના પિતાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ છે. કોંગ્રેસના રોહન ગુપ્તાને અમદાવાદ પૂર્વ બેઠક પરથી ટિકિટ મળી હતી. અત્રે જણાવીએ કે, ઉમેદવારી પરત ખેંચવાને લઈ તેમણે કારણમાં પિતાની નાદુરસ્ત તબિયત અંગે જણાવ્યું છે
અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકની વાત કરીએ તો 2008માં નવા સીમાંકન પ્રમાણે આ બેઠક અસ્તિત્વમાં આવી હતી. અને 2009માં પ્રથમ વખત લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. ત્યારથી આ બેઠક પર ભાજપનો કબજો છે. આ બેઠક ભાજપનો ગઢ ગણવામાં આવે છે. તો મીની ઈન્ડિયા તરીકે પણ ખૂબ જાણીતી છે. કારણ કે, અહીં સમગ્ર ઈન્ડિયામાંથી આવેલા લોકો વસે છે. આ વખતે અમદાવાદ પૂર્વમાં ભાજપે હસમુખ પટેલને મેદાન છે, જ્યારે તેમની સામે કોંગ્રેસે રોહત ગુપ્તાને મેદાનમાં ઉતાર્યા હતા. જો કે, તેમણે ઉમેદવારી પરત ખેંચી છે. હવે જોવું રહ્યું કે, કોંગ્રેસ કોને ઉમેદવાર તરીકે ઉતારે છે.