લોકસભા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. જેના પગલે ચૂંટણી પંચ, પોલીસ સહિતનું તંત્ર કામે લાગ્યુ છે. ત્યારે અમદાવાદ સાયબર આચાર સંહિતા ભંગ કરતા શખ્સો સામે કાર્યવાહી કરવા સાયબર સેલની રચના કરી છે. સાયબર ક્રાઈમના DCP અજીત રાજીયણને નોર્ડલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
સાયબર સેલ દ્વારા અમદાવાદમાં SMS અને સોશિયલ મીડિયા પર સતત મોનેટરીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં આપત્તિજનક મેસેજ ,સોશિયલ મીડિયા પર પોસ્ટ તેમજ યુ-ટ્યુબ પર ઓડિયો કે વીડિયો દ્વારા આચારસંહિતા કે કાયદા વ્યવસ્થાને નુકશાન પહોચાડનાર શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
જેમાં લોકપ્રતિનિધિ કલમ 1951 તેમજ ચૂંટણી આચારસંહિતા 1961 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત નાગરિકો માટે એક હેલ્પલાઈન વોટ્સએપ નંબર 9974011140 જાહેર કર્યો છે. જેના પર લોકો પણ આવી પોસ્ટની માહિતી સુધી પહોંચાડી શકશે. સાયબર ક્રાઇમનાં અધિકારીઓ વાધાંજનક પોસ્ટ કે મેસેજ નહી કરવા નાગરિકોને અપીલ પણ કરી રહ્યાં છે.