લોકસભાની ચૂંટણી પહેલા વડોદરાથી અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે , વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટએ ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. નોંધનીય છે કે, રંજનબેન ભટ્ટને ભાજપે વડોદરા લોકસભા બેઠક પરથી ટિકિટ આપી છે. આ તરફ હવે અંગત કારણો આપી રંજનબેન ભટ્ટએ ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરતાં રાજકારણ ગરમાઈ ગયું છે.
રંજનબહેને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલર તરીકે રાજકારણની શરૂઆત કરી હતી. તેઓએ ભાજપના ઉમેદવારને હરાવીને પ્રથમ વખત કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા. આ પછી તેઓ શહેરના ડેપ્યુટી મેયર પણ બન્યા. જોકે, 2014માં વડોદરાના સાંસદ તરીકે ચૂંટાયા બાદ તેઓ થોડો સમય વડોદરા જિલ્લાના શહેર પ્રમુખ પણ હતા.
રંજનબેન ભટ્ટના પતિ ધનંજય ભટ્ટ એલઆઈસીમાં નોકરી કરે છે. 61 વર્ષીય રંજનબેન ભટ્ટ છેલ્લા 22 વર્ષથી વડોદરામાં મહિલા ક્લબ ચલાવે છે. છેલ્લી બે ટર્મમાં તે લોકસભાની ઘણી સમિતિઓમાં રહી ચૂક્યા છે. તેમણે 12મા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. રંજનબેન ભટ્ટ પણ કબડ્ડી પ્લેયર રહી ચૂક્યા છે. રંજનબેન ભટ્ટનો જન્મ વડોદરા નજીક ભરૂચ જિલ્લાના રાયમા હાંસોટમાં થયો હતો.