રાજ્યમાં વહેલી સવારે હજુ પણ લોકો ઠંડી જ્યારે બપોર બાદ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. હવે ધીરે ધીરે તાપમાનનો પારો વધી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા તા. 23 થી 26 દરમ્યાન સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે કચ્છ, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, રાજકોટમાં ગરમ પવન ફુંકાવાની શક્યતાઓ છે. તેમજ ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વથી ઉત્તરના પવન ફૂંકાય છે.
અમદાવાદ હવામાન વિભાગનાં વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. તેમજ ગુજરાતમાં સાત દિવસ હવામાન સૂકુ રહેશે. તેમજ આગામી દિવસોમાં રાજ્યનાં અમુક ભાગોમાં તાપમાનનો પારો એક થી બે ડિગ્રી વધી શકે છે.
તેમજ આગામી ચાર દિવસ માટે રાજ્યનાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. તેમજ તા. 25 સુધી કચ્છ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. તેમજ બે દિવસ બાદ કચ્છ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને દીવમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.
તેમજ હવામાન વૈજ્ઞાનિકે વધુમાં જણાવ્યું હતું કે, દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ગરમી તેમજ ભેજવાળું વાતાવરણ રહેશે. તેમજ આ વિસ્તારમાં ગરમ પવન ફૂંકાશે. રાજ્યનાં અમુક જીલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. જેનાથી આજુબાજુનાં ગામડાઓમાં પણ હીટવેવની અસર જોવા મળી શકે છે. તેમજ સૌરાષ્ટ્ર અને રણકાંઠાને અડીને આવેલ કચ્છમાં આગામી ચાર દિવસ માટે હીટવેવની વોર્નિંગ આપવામાં આવી છે.