ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ વર્ષના અંતે 5 મેચની ટેસ્ટ સીરિઝની શરુઆત આ વર્ષના અંતમાં 22 નવેમ્બરથી પર્થમાં રમાશે. બંન્ને ટીમો વચ્ચે રમાનારી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ટેસ્ટ સીરિઝની મેચ પર્થ એડિલેડ, બ્રિસબેન, મેલબર્ન અને સિડનીમાં રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 નવેમ્બરથી શરુ થનારી આ સીરિઝની છેલ્લી મેચ 3 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી સુધી રમાશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ મંગળવારના રોજ આ કાર્યક્રમની જાહેરાત કરી છે,
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પર્થમાં રમાનારી પહેલી મેચ 6 થી 10 ડિસેમ્બરના રોજ એડિલેડમાં રમાશે. બંન્ને ટીમો વચ્ચે આ સીરિઝની એક માત્ર ડે નાઈટ ટેસ્ટ મેચ હશે. જે ગુલાબી બોલથી રમાશે. ત્યારબાદ ત્રીજી મેચ બ્રિસબેનમાં 14 થી 18 ડિસેમ્બર સુધી રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ ફરીથી 26 થી 30 ડિસેમ્બર સુધી મેલબર્નમાં રમાનારી બોક્સિંગ ડે ટેસ્ટમાં આમને-સામે હશે. આ સીરિઝની ચોથી ટેસ્ટ મેચ હશે. આ સીરિઝની છેલ્લી મેચ 3 થી 7 જાન્યુઆરી 2025ના રોજ સિડનીમાં રમાશે.
પ્રથમ ટેસ્ટઃ 22-26 નવેમ્બરઃ પર્થ
બીજી ટેસ્ટ: 6-10 ડિસેમ્બર: એડિલેડ (પિંક બોલ ટેસ્ટ)
ત્રીજી ટેસ્ટ: 14-18 ડિસેમ્બર: બ્રિસ્બેન
ચોથી ટેસ્ટ: 26-30 ડિસેમ્બર: મેલબોર્ન
પાંચમી ટેસ્ટ: 3-7 જાન્યુઆરી: સિડની