બલ્ગેરીયન યુવતી રાજીવ મોદી કેસ માં યુવતીએ CBI તપાસની માગ કરી છે. કેડીલાના માલિક રાજીવ મોદી પર દુષ્કર્મનો આરોપ લગાવનાર યુવતીએ સીબીઆઇ તપાસની માંગણી કરી છે.બલ્ગેરીયન યુવતીની રાજીવ મોદી સામે CBI તપાસની માગ સાથે યુવતીએ વકીલ દ્વારા ગ્રામ્યકોર્ટમાં અરજી કરી છે. આ કેસ માં પોલીસે યોગ્ય તપાસ ન કરી હોવાની યુવતી દ્વારા કોર્ટમાં રજુઆત કરવામાં આવી છે. પોલીસે રજૂ કરેલા સમરી રિપોર્ટમાં મુખ્ય સાક્ષીના નિવેદન ન હોવાનો પણ ખુલાસો કર્યો છે.પોલીસે A સમરી રિપોર્ટ ખોટો ભર્યો હોવાની રજૂઆત કરવામાં આવી છે.પિડિતાએ આક્ષેપ કરતા કહ્યુ છે કે પોલીસે રાજીવ મોદીને બચાવવાનો પ્રયાસ કર્યો છે.પિડિતાના વકીલે જણાવ્યુ હતુ કે, કોલ રેકોર્ડીગ ડેટા સમરીમાં નથી, વિઝા પ્રોસેસ પુરાવા પણ બતાવવામાં આવ્યા નથી.પાનકાર્ડના ડોક્યુમેન્ટરી પુરાવા પણ નથી.સ્પેશિયલ એપ્લીકેશનના પુરાવા આવા 15થી 20 જેવા પુરાવા સમરીના પાર્ટ બનાવવામાં આવ્યા નથી. જે ફરિયાદને સમર્થન આપે છે.તેના લીધે જ અમે કહીએ છીએ કે આ તપાસ અધુરી છે.ઘણાના સ્ટેટમેન્ટ પણ લેવામાં નથી આવ્યા.
આ અંગે સામે આવેલી વિગતો અનુસાર કેડિલા ફાર્મા કંપનીમાં માલિકની પર્સનલ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી બલ્ગેરિયાની 27 વર્ષીય યુવતીએ કંપનીના ચીફ મેનેજિંગ ડિરેક્ટર અને અન્ય એક વ્યક્તિ સામે IPCની કલમ 376, 354, 323, 504 અને 506 મુજબ ગુનો નોંધવા અરજી કરી હતી.જે બાદ આ કેસમાં હાઈકોર્ટના આદેશ બાદ આખરે સોલા પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ. IPCની કલમ 376, 354, 506(2) મુજબ ફરિયાદ નોંધવામાં આવી હતી. પરંતુ પોલીસે સમરી રિપોર્ટ ભર્યો હતો. બલ્ગેરિયન યુવતી પર દુષ્કર્મ કેસમાં કેડિલાના સીએમડી રાજીવ મોદીને પોલીસે સમરી રિપોર્ટ ભરીને ક્લિન ચીટ આપી દીધી છે.
મહેસાણામાં એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા રાજીવ મોદીની અચાનક તબિયત લથડી હતી. તેઓ ચાલુ કાર્યક્રમમાં ઢળી પડ્યા હતા. તેમને તાત્કાલિક અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. રાજીવ મોદી કડીના રાજપુર સ્થિત ઇન્દ્રશિલ યુનિવર્સિટીના ત્રીજા દીક્ષાંત સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા હતા, જ્યાં તેમની તબિયત લથડી હતી તે દરમ્યાન ચાલુ સમારોહમાં તબિયત લથડતા ઉંચકીને સારવાર માટે લઇ જવાયા હતા. રાજીવ મોદીને કારમાં તાત્કાલિક અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા.