ગુજરાત સહિત સમગ્ર ભારત માટે આનંદ અને ગૌરવની ક્ષણ છે. યુનેસ્કો દ્વારા ગુજરાત નું ગૌરવ અને સાંસ્કૃતિક વિરાસત સમા ગરબાને ‘અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર’ જાહેર કરતું પ્રમાણપત્ર ગુજરાતને અર્પણ કરવામાં આવ્યું. યુનેસ્કો દ્વારા તા. 6 ડિસેમ્બર 2023 ના રોજ ગરબાને આ સન્માનની જાહેર કરવામાં આવી હતી. 22 માર્ચ 2024 ના રોજ યુનેસ્કોનાં ડાયરેક્ટર જનરલ ઓડ્રે અઝોલે આ પ્રમાણપત્ર પેરિસ ખાતે ગુજરાત વતી મંત્રી હર્ષ સંઘવી અને પ્રફુલ પાનસેરિયાને વિધિવત અર્પણ કર્યું હતું.
આ બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડીયા ટ્વિટર પર ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ગુજરાતના ગરબાના સમાવેશ સાથે હવે દેશના ઉત્સવો, મેળાઓ, પરંપરાઓ, પ્રાદેશિક નૃત્યો મળીને કુલ 15 સાંસ્કૃતિક વિરાસત યુનેસ્કોની ‘અમૂર્ત ધરોહર’ ની યાદીમાં સમાવિષ્ટ થઈ ચૂકી છે. તેમજ આદ્યશક્તિનાં પ્રખર ઉપાસક અને દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા. ત્યારથી જ રાજ્યની સાંસ્કૃતિઓ વિરાસતનોને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે.
તેમના માર્ગદર્શનમાં નવીન ઉપક્રમ તરીકે રાજ્યમાં શરુ કરાયેલ વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ દ્વારા ગરબાને વિશ્વભરમાં વ્યાપક પ્રસિદ્ધિ મળી છે. અને નવરાત્રિ ઉત્સવ વિશ્વમાં સૌથી લાંબો ચાલનારો લોકોત્સવ તરીકે ખ્યાતિ પામ્યો છે. ગરબાને વૈશ્વિક સ્તરે યુનેસ્કો દ્વારા સન્માન મળ્યુંએ વડાપ્રધાનના “વિકાસ ભી, વિરાસત ભી” ના ધ્યેયને સાકાર કરતી ગૌરવરૂપ ઘટના છે.
ગરબો શબ્દનો મૂળ અર્થ થાય છે – કાણાવાળી મટકી કે જેમાં જ્યોત પ્રગટાવીને દીવા તરીકે માતાજીની પૂજામાં મુકવામાં આવે છે. ગરબો શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ ગર્ભદીપ પરથી આવેલો છે. ભગવદ્ગોમંડળમાં ગરબો શબ્દનો અર્થ નીચે પ્રમાણે કરાયો છે.
ગરબા મુખ્યત્વે ગુજરાત, ભારતનો ખૂબ લોકપ્રિય ધાર્મિક લોકનૃત્યનો ઉત્સવ છે. ગરબા આસો માસની શુક્લા પક્ષની એકમથી નોમ સુધીની તિથિઓ દરમ્યાન ગવાય છે. આ રાત્રીઓ નવરાત્રી તરીકે જાણીતી છે. આ નૃત્ય દ્વારા અંબા, મહાકાળી, ચામુંડા વગેરે દેવીઓની આરાધના કરવામાં આવે છે. આ ભારતના સૌથી જાણીતા તહેવારોમાંનો એક છે.