આસામમાં ઉદલગિરિ જિલ્લાના ભૈરાગુડીમાં વિલેજ કાઉન્સિલ ડેવલપમેન્ટ કમિટીના ચેરમેન બેન્જામિન બાસુમાતરીનો ચલણી નોટોની તસવીરો પર સુતેલી હાલતનો ફોટો વાયરલ થયો છે. બેડ પર વચ્ચે તે સુતેલો અને આજુબાજુમાં 500ની ચલણી નોટો વેરવિખેર પડેલી દેખાય છે.
બોડોલેન્ડના આ નેતા પર વડાપ્રધાન આવાસ યોજના અને ગ્રામીણ રોજગાર યોજના સાથે સંકળાયેલા મોટા પાયે ભ્રષ્ટાચારના કેસમાં આરોપ છે. ઓડાલગુરી ડેવલપમેન્ટ ઝોનમાં તેમના વીસીડીસી હેઠળ પીએમએવાય અને મનરેગા યોજનાના ગરીબ લાભાર્થીઓ પાસેથી તેમને કથિત રીતે લાંચ મળી હતી.
બેન્જામિન બાસુમાતરીનો ફોટો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થયો હતો જે પછી હોહા મચી હતી. લોકોએ તેની સામે કાર્યવાહીની પણ માગ કરી છે. ટેકનોલોજી નો વ્યાપ વધે છે એમજ લોકો ના ફોટોઝ અને વિડીયો પણ અમુક ક્ષણોમાં જ વાયરલ થઇ રહ્યા છે.