લોકસભા ચૂંટણી સમયે અમદાવાદમાં IT વિભાગે સપાટો બોલાવ્યો છે. અમદાવાદમાં ડેરી અને હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ ઉપર ઇન્કમટેક્સ વિભાગ ત્રાટક્યું છે. ગોપાલ ડેરી અને રીવર વ્યુ હોટલ ઉપર ઇન્કમટેક્સના દરોડા પડ્યા છે. અમદાવાદના આશ્રમ રોડ સહિતના એરિયામાં આવેલા એકમો ઉપર ઇન્કમટેક્સની તપાસ ચાલુ છે. ગ્રુપના સંચાલક રાજુભાઈઉર્ફે નીશિતભાઈ દેસાઈ અને ગૌરાંગભાઈ દેસાઈ સહિતના ભાગીદારોને ત્યાં ઇન્કમટેક્સે દરોડા પાડ્યા છે. જેને લઇને તેમની સાથે સંકળાયેલા ભાગીદારોમાં ફફડાટ પ્રસર્યો છે. અમદાવાદમાં કુલ 13 જગ્યા પર દરોડા અને સર્વેની કામગીરી ચાલુ છે. જેમાં ઇન્કમટેક્સના આશરે 75 થી પણ વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે. જે તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના છે. બેનામી કાળુનાણું મળવાની શક્યતાઓ પણ છે.
અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે. જેમાં ડેરી અને હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા ગ્રુપ ઉપર IT વિભાગ ત્રાટક્યુ છે. IT વિભાગના 75થી વધુ અધિકારી તપાસમાં જોડાયા છે. ગોપાલ ડેરી અને રીવર વ્યૂ હોટલમાં, આશ્રમ રોડ પરના એકમો ઉપર IT વિભાગની કાર્યવાહી ચાલી રહ્યુ છે. જાણવા મળ્યા મુજબ અમદાવાદમાં કુલ 13 સ્થળોએ ITનું સર્ચ ઓપરેશન ચાલુ છે. જેમાં મોટાપાયે બેનામી વ્યવહાર મળે તેવી સંભાવના છે. શહેરમાં કુલ 13 સ્થળોએ દરોડા અને સર્વેની કામગીરી કરવામાં આવી છે. તેમજ IT વિભાગના આશરે 75થી પણ વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે. તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહારો મળે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ અગાઉ પણ IT વિભાગે રાજકોટના જાણીતા બિલ્ડરોને ત્યાં દરોડા પાડ્યા હતા. તેમાં કરોડોના બેનામી વ્યવહાર સામે આવ્યા હતા.