તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવનાર ટેલિવિઝન અભિનેત્રી જેનિફર મિસ્ત્રી લાંબા સમયથી ચર્ચામાં છે. અભિનેત્રીએ શોના નિર્માતા અસિત કુમાર મોદી પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. હવે આ મામલે અસિત મોદી સામે જેનિફરની લડાઈમાં નવો વળાંક આવ્યો છે. આ કેસમાં જેનિફર મિસ્ત્રી બંસીવાલની તરફેણમાં ચુકાદો આપવામાં આવ્યો હતો અને નિર્માતા અસિત મોદીને બાકી રકમ સાથે અભિનેત્રીને 5 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ અપાયો છે.જેનિફર મિસ્ત્રી બંસીવાલે તેના નિર્માતા અસિત કુમાર મોદી પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં, અભિનેત્રીએ અન્ય બે એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજ અને ઓપરેશન હેડ સોહેલ રામાણી વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાવી હતી.પવઈ પોલીસે અસિત મોદી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 354 અને 509 (એક મહિલા પર હુમલો અથવા તેની નમ્રતાનો ત્યાગ કરવાના ઈરાદાથી ફોજદારી બળ) FIR નોંધી હતી. જો કે આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
આ કેસમાં લાંબા સમય સુધી મોટી લડાઈ લડ્યા બાદ અભિનેત્રીને ન્યાય મળ્યો છે. જ્યારે મુંબઈ પોલીસ તરફથી કોઈ જવાબ ન મળ્યો ત્યારે અભિનેત્રીએ મહારાષ્ટ્ર સરકાર પાસે મદદ માંગી, જે બાદ અસિત મોદીને દોષી ઠેરવવામાં આવ્યા.તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રીએ શેર કર્યું હતું કે અસિતને તેની બાકી રકમ ચૂકવવા માટે અધિકૃત આદેશો જાહેર કરવામાં આવ્યા છે. આટલું જ નહીં, જેનિફરે કહ્યું કે નિર્માતાએ તેની ચુકવણી રોકવા માટે વધારાની ફી ચૂકવવી પડશે, જે લગભગ 25-30 લાખ રૂપિયા હશે. ઉત્પીડનની વાત કરીએ તો અસિત કુમાર મોદી પર 5 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. મહત્વનું છે કે હજી સુધી અસિત મોદી દ્વારા હજી સુધી આ અંગે કોઈ ખુલાસો આપવામાં આવ્યો નથી.
TMKOC શોના નિર્માતા વિરુદ્ધના ચુકાદા અને જાતીય સતામણીના કેસ વિશે વાત કરતા, જેનિફર મિસ્ત્રી બંસીવાલે ખુલાસો કર્યો કે ચુકાદો આવ્યાને ઘણા દિવસો થઈ ગયા છે. 15 ફેબ્રુઆરી 2024ના રોજ ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો, પરંતુ અભિનેત્રીને આ અંગે કંઈપણ શેર ન કરવા માટે કહેવામાં આવ્યું હતું.