આજે 27 માર્ચ 202૪ છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ રંગમંચ દિવસ છે, વર્ષ 1961માં ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પહેલીવાર વિશ્વ રંગમંચ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
વિશ્વ રંગમંચ દિવસ દુનિયાભરમાં 27 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. વર્ષ 1961માં ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા દર વર્ષે 27 માર્ચના રોજ વિશ્વ રંગભૂમિક દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી. વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણીનો ઉદ્દેશ્ય નાટ્ય પરંપરાને જાળવી રાખવાનો, તેને આગળ વધારવાનો અને નાટ્યકર્મીઓને પ્રેરિત, પ્રોત્સાહિત કરવાનો છે. આજના દિવસે ભારત સહિત દુનિયા ભરમાં ઘણા સ્થળોએ પ્રખ્યાત કલાકારો દ્વારા લોકપ્રિય નાટકો પ્રસ્તુતિ કરવામાં આવે છે.
વિશ્વ રંગમંચ દિવસ ની ઉજવણી નો પ્રારંભ વર્ષ ૧૯૬૧ માં અંતર્રાષ્ટ્રીય રંગમંચ સંસ્થાન દ્વારા કરવામાં આવ્યો હતો.વિશ્વ ના અનેક નાટ્ય પ્રેમિયો અને કલાકારો દ્વારા વિશ્વ રંગમંચ દિવસ ની ઉજવણી દર વર્ષે ૨૭મી માર્ચ ના રોજ કરવા માં આવે છે. આ અવસર પર વિશ્વ ના અનેક સ્થાનોં પર નાટ્ય પ્રસ્તુતિઓ દ્વારા આ દિવસ ની ઉજવણી કરવા માં આવે છે. આ દિવસે વિશ્વને અંતર્રાષ્ટ્રીય રંગમંચ સંદેશ આપવાની પણ પરંપરા છે જેના માટે દર વર્ષે વિશ્વ ના ટોચ ના રંગકર્મિયો માં થી કોઈ એક ની પસંદગી કરવામાં આવે છે. વર્ષ ૨૦૦૨માં આ સંદેશ ભારતના વિખ્યાત રંગકર્મી ગીરીશ કર્નાડ આપી ચુક્યા છે.
ભારતમાં પ્રાચીનકાળથી જ નાટ્ય પરંપરા રહી છે. ભારતના વિવિધ ભાષા પ્રેમીઓ પોતાની માતૃભાષામાં નાટ્ય પ્રસ્તુતિયો કરતા આવ્યા છે. વિશ્વ રંગમંચ દિવસ પર ૨૦૧૭ માં ઇન્દોર ખાતે એક વિશેષ આયોજન કરવા માં આવ્યું હતું. આ આયોજનમાં હિન્દી, મરાઠી, ગુજરાતી અને બંગાળી ભાષાની નાટ્ય પ્રસ્તુતિ ઉપરાંત આ ભાષાઓ ની નાટ્ય સંસ્કૃતિ પર ચર્ચા પણ યોજવામાં આવી હતી.કર્ણાટકના કોલારમાં પણ વિશ્વ રંગમંચ દિવસની ઉજવણી થયી હતી જેમાં સામાજિક દૂષણોને ઉજાગર કરતી નાટ્ય પ્રસ્તુતિ થઇ હતી.
એક સમય હતો કે, જયારે મનોરંજનના કોઈ જ સાધનો ઉપલબ્ધ ન હતા ત્યારે સમાજ સુધારણા તેમજ અન્ય જનજાગૃતિ અને મનોરંજન માટે ગામડે ગામડે જાહેર ચોકમાં ભવાઈ કલા થકી લોકોનું મનોરંજન કરવામાં આવતું હતું અને બદલામાં કલા સાધકોને મહેનતાણા રૂપે આનાજ કે રોકડ રકમની બક્ષિસ મળતી હતી, પરંતુ સમય જતા સમાજ આધુનિક થયો અને સાથે ટેકનોલોજી પણ વિકસી જેના લીધે ટીવી, ફિલ્મ, ઇન્ટરનેટ અને મોબાઈલનો યુગ આવતા રંગભૂમિના કલાકારો આજે વિસરાઈ ગયા છે અને હવે ફક્ત 27મી માર્ચના દિવસને વિશ્વ રંગભૂમિ દિવસ તરીકે મનાવી ભવાઈ કલા સાધના અંગે ચિંતા વ્યક્ત કરવા સિવાય કશું કરવામાં આવતું નથી.