આજે દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટમાં દારુ કૌભાંડના આરોપી સીએમ અરવિંદ કેજરીવાલે વકીલને બદલે પોતાની જાતે જજ સામે દલીલો કરીને તેમને અને ઈડીને ચૂપ કરી મૂક્યાં હતા. કેજરીવાલે પોતાની દલીલોમાં એક સવાલ એવો છેડ્યો કે જેની પર જજ અને ઈડીના વકીલ બન્ને ચૂપ રહી ગયા હતા અને થોડી વાર તો સન્નાટો છવાઈ ગયો હતો, બન્ને નામ પર કોઈને પણ કંઈ જવાબ ન આપ્યો. ખુદ વકીલ બનેલા કેજરીવાલે પહેલો સવાલ એવો કર્યો કે મારી ધરપકડ કેમ થઈ, જવાબમાં ઈડીના વકીલે એવું કહ્યું કે અમારી પાસે તમારી સામે નિવેદન છે. ત્યાર બાદ કેજરીવાલે કહ્યું કે જો હું મોદી અને અમિત શાહને 100 કરોડ આપવાનું કહું તો શું તમે ફક્ત મારા નિવેદનને આધારે તેમની ધરપકડ કરશો? આ સવાલ પર જજ અને ઈડીના વકીલ બન્ને ચૂપ રહ્યાં હતા.
કેજરીવાલે વકીલ દ્વારા નહીં પરંતુ પોતે જજની સામે પોતાનો કેસ રજૂ કર્યો હતો. તેમણે જજને કહ્યું કે ઈડીના બે જ ઉદ્દેશ્ય છે. એક, આપ (આમ આદમી પાર્ટી)ને સમાપ્ત કરવા માટે. બીજું ગેરવસૂલીનું રેકેટ ચલાવવાનો, જેના દ્વારા તેઓ પૈસા ભેગા કરી રહ્યા છે. શરથ રેડ્ડીએ ભાજપને 55 કરોડ રૂપિયા આપ્યા હતા. મારી પાસે પુરાવો છે કે આ રેકેટ ચાલી રહ્યું છે. કેજરીવાલે કહ્યું કે ચાર જગ્યાએ મારું નામ આવ્યું છે, માત્ર એક છે સી અરવિંદ તેમણે મારી હાજરીમાં સિસોદિયાને કેટલાક દસ્તાવેજો આપ્યા હતા. ધારાસભ્યો દરરોજ મારા ઘરે આવે છે. શું આ નિવેદન ચૂંટાયેલા મુખ્ય પ્રધાનની ધરપકડ કરવા માટે પૂરતું છે?. કેજરીવાલે ઇડીના અધિકારીઓને તેમના સારા વર્તન બદલ આભાર માન્યો. તેમણે કહ્યું કે આ કેસ બે વર્ષથી ચાલી રહ્યો છે. કેજરીવાલે કહ્યું- કોઈ પણ કોર્ટે મને દોષી નથી માન્યો. ચાર લોકોએ મારી વિરુદ્ધ નિવેદનો આપ્યા હતા અને તેના આધારે મારી ધરપકડ કરવામાં આવી હતી. કેજરીવાલ એવું પણ બોલ્યાં કે જો 100 કરોડનું દારુ કૌભાંડમાં થયું હોય તો તેના પૈસા ક્યાં ગયા?
કેજરીવાલે આ કેસના આરોપી સરથ રેડ્ડીની કંપની દ્વારા ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા ભાજપના ભંડોળનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. હકીકતમાં સુપ્રીમ કોર્ટના આદેશ પર ચૂંટણી પંચ દ્વારા હાલમાં જ જાહેર કરવામાં આવેલી ઈલેક્ટોરલ બોન્ડની જાણકારી અનુસાર દિલ્હી લિકર પોલિસી કેસના આરોપી શરત ચંદ રેડ્ડીની કંપની અરવિંદ ફાર્મા તરફથી ભાજપને 52 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. રેડ્ડીની નવેમ્બર 2022માં દારૂની નીતિના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તે પછી તે ગયા વર્ષે સરકારી સાક્ષી બન્યો હતો. કેજરીવાલે પણ આ મામલાને કોર્ટમાં ઉજાગર કર્યો છે. કેજરીવાલે કોર્ટમાં સવાલો પૂછ્યા, કયા આધારે મારી ધરપકડ કરવામાં આવી છે? મારી ધરપકડનો આધાર શું છે? શું એક માણસનું નિવેદન મુખ્ય પ્રધાનની ધરપકડ કરવા માટે પૂરતું છે? કેજરીવાલે કહ્યું કે હું તપાસમાં સહયોગ કરવા તૈયાર છું, પરંતુ ઈડીના જણાવ્યા મુજબ નહીં. કેજરીવાલના વકીલે કહ્યું કે આરોપીઓને ચૂપ રહેવાનો અધિકાર છે. જો તેને કોઈ પ્રશ્નનો જવાબ ન આપવો હોય, તો તે મૌન રહી શકે છે. દલીલો બાદ રાહત ન આપતાં કોર્ટે કેજરીવાલને ફરી 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી આપ્યાં હતા.