ભારતમાં જન્મેલા 63 વર્ષીય પ્રભાકર રાઘવન Google સિનિયર વાઈસ પ્રેસિડેન્ટની પોસ્ટ પર કામગીરી કરી રહ્યા છે. તેના માટે ગુગલ તેમને વર્ષે કરોડો રૂપિયાની સેલેરી પણ આપે છે. આમ પણ, દૂનિયાની મોટી IT અને ટેક કંપનીઓમાં ભારતીય મુળના લોકોનો દબદબો છે. જેમાં સુંદર પિચાઈ, સત્ય નડેલા, શાંતનું નારાયણન જેવા નામ સામેલ છે. પ્રભાકર રાઘવન ગુગલ માટે કેટલા મહત્વપૂર્ણ છે તે એના પરથી જ ખ્યાલ આવી જાય છે કે ગુગલ તેમને વર્ષે 300 કરોડ રૂપિયા સેલરી આપે છે.
ભોપાલમાં જન્મેલા અને મોટા થયેલા રાઘવને તેનું શાળાનું શિક્ષણ કેમ્પિયન સ્કૂલમાંથી મેળવ્યુ હતું. તેના શાળાકીય શિક્ષણ પછી, તેમણે આઈઆઈટી મદ્રાસમાંથી બેચલર ઓફ ટેકનોલોજીની ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ડિગ્રી હાંસલ કરી હતી. ત્યારબાદ કેલિફૌર્નિયા યુનિવર્સિટી બર્કલેમાંથી કમ્પ્યુટર સાયન્સની Phd ડિગ્રી મેળવી હતી. પ્રભાકર રાઘવને Google પહેલા Yahooમાં ઘણા વર્ષ સુધી કામગીરી કરી હતી. IBM કંપનીમાં પણ તેમને વિવિધ પોસ્ટ પર ફરજ નિભાવી હતી. જ્યાં તેમને એલ્ગોરિધમ, ડેટા માઈનિંગ, મશિન લર્નિંગ પર કામગીરી કરી હતી. AIના વધતા પ્રમાણને કારણે દરેક ટેક કંપનીઓમાં ઉપર મુજબના ટેલેન્ટની જરૂરત ઉભી થઈ છે જેથી તેઓને ઉંચા પગાર પર હાયર કરવામાં આવે છે.
પ્રભાકર રાઘવન એલ્ગોરિધમ, ડેટા માઈનિંગ અને મશિન લર્નિંગના સારા જાણકાર હોવાથી જ ગુગલે તેમને હાયર કર્યા હતા. જ્યાં તેમને Googleએ સિનિયર વાઈસ પ્રેસિડેન્ટની પોસ્ટ આપી છે. જ્યાં તેઓ Google સર્ચ, એડવર્ટાઈઝ, આસિસ્ટન્સ તથા પેમેન્ટ પ્રોડક્ટ્સની કામગીરી સંભાળે છે. એક રિપોર્ટ અનુસાર રાઘવનને વર્ષ 2022માં Google કંપનીએ તેમને 300 કરોડ સેલરી ચૂકવી હતી.