બોલિવુડ એક્ટર અજય દેવગણ અને આર માધવનની ફિલ્મ શૈતાન બ્લોકબસ્ટર હિટ રહી છે. ફક્ત 65 કરોડ રૂપિયાના ખર્ચમાં બનેલી આ ફિલ્મ પોતાની સ્ટોરી અને ગજબના ડાયરેક્શનના દમ પર અત્યાર સુધી 165 કરોડથી વધારેની કમાણી કરી ચુકી છે. હવે ખબર આવી રહી છે કે અજય દેવગણ ટૂંક સમયમાં જ શૈતાનના પાર્ટ-2નું એનાઉન્સમેન્ટ કરી શકે છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર, “શૈતાનના સીક્વલનું અનાઉન્સમેન્ટ થોડા જ દિવસોમાં કરવામાં આવી શકે છે. અજય દેવગણ અને વિકાસ બહલ આ ફિલ્મને મળી રહેલા રિસ્પોન્સથી ખૂબ જ ખુશ છે અને તેમણે તેના સેકન્ડ પાર્ટથી પણ ઘણી આશા છે. વિકાસ બહલના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ કાળા જાદૂ અને વશીકરણ વિશેની એક અનોખી સ્ટોરી છે જેને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળ્યો. ફિલ્મને IMDb પર 10માંથી 8 રેટિંગ મળ્યા છે અને ફક્ત હિંદી વર્ઝનથી જ તેમણે આ કમાલનું કલેક્શન કર્યું છે.
વાત ફિલ્મના સેકન્ડ પાર્ટની કરીએ તો કાસ્ટ ફાઈનલ કર્યાના અમુક જ મહિનાઓમાં શૂટિંગ પણ શરૂ કરી દેવામાં આવશે. વધારે સંભાવના એ વાતની છે કે બીજા પાર્ટમાં પણ આ એક્ટર્સ જોવા મળશે જે શૈતાનના ફર્સ્ટ પાર્ટમાં જોવા મળ્યા છે. મહત્વનું છે કે ગુજરાતી ફિલ્મ ‘વશ’ની હિંદી રીમેક મૂવી શૈતાનમાં અજય દેવગણ, આર માધવન, જ્યોતિકા, જાનકી બોડીવાલા અને અંગદ રાજે મહત્વનું પાત્ર નીભાવ્યું છે. ફિલ્મના બીજા પાર્ટ સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે, “ફિલ્મની સ્ટોરી આગળ મહારાષ્ટ્રના કોકમમાં બેસ્ડ હશે જેને રાજ્યમાં કાળા જાદૂનો ગઢ માનવામાં આવે છે. નરેટિવ એ રીતે સેટ કરવામાં આવશે કે બ્લેક મેજીકની શક્તિઓ બીજા પાર્ટમાં દર્શકોને જોવા મળશે. આ વખતે ફિલ્મમાં પરિવાર કાળા જાદૂનો શિકાર નહીં થાય પરંતુ પડકાર અલગ હશે.”