અમદાવાદમાં IT વિભાગનું સર્ચ ત્રીજા દિવસે પણ યથાવત્ રહ્યુ છે. ગોપાલ ડેરી અને રિવર વ્યૂ હોટલમાં ITનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે. સુત્રોનું માનીએ તો ITના દરોડામાં 500 કરોડના શંકાસ્પદ વ્યવહાર ઝડપાયા છે. આઇટીના અધિકારીઓએ રિવર વ્યૂ હોટલના સંચાલકોના ઘર-ઓફિસમાંથી દસ્તાવેજો જપ્ત કર્યા છે. અત્યાર સુધી દોઢ કરોડની રોકડ રકમ ઝડપાઈ છે. જ્યારે IT વિભાગે 25 બેંક ખાતા અને 20 લોકર સિઝ કર્યા છે. અમદાવાદમાં આયકર વિભાગના દરોડા ત્રીજા દિવસે પણ યથાવત છે. ગોપાલ ડેરી અને આશ્રમ રોડ પરની રિવર વ્યૂ હોટલ પર તપાસ ચાલી રહી છે. 20થી વધુ જગ્યા ઉપર ઇન્કમટેક્સ વિભાગે કાર્યવાહી કરી છે. જેમાં 75થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે. દરોડામાં કરોડો રૂપિયાના બિન હિસાબી વ્યવહારો પકડાયા છે. ગોપાલ ડેરીના બિન હિસાબી વ્યવહારો તપાસવા ટેકનીશિયનો અને નિષ્ણાંતોની મદદ લેવાઇ છે. આ સાથે જ ઇન્કમટેક્સ વિભાગે 25 બેંક ખાતા અને 20 લોકર સિઝ કર્યા છે.
અમદાવાદમાં સતત ત્રીજા દિવસે IT વિભાગનું સર્ચ ચાલી રહ્યુ છે. ગોપાલ ડેરી અને આશ્રમ રોડ પરની રિવર વ્યૂ હોટલમાં તપાસમાં કરોડોના બિનહિસાબી વ્યવહાર મળ્યા હોવાનું બહાર આવી રહ્યુ છે. IT વિભાગના 75થી વધુ અધિકારીની ટીમ દ્વારા 20થી વધુ સ્થળે સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે. પ્રાથમિક માહિતી મુજબ તપાસમાં કરોડો રૂપિયાના બિનહિસાબી વ્યવહાર મળી આવ્યા છે. સુત્રોનું માનીએ તો ITના દરોડામાં 500 કરોડના શંકાસ્પદ વ્યવહાર ઝડપાયા છે.
ગુજરાતમાં એક તરફ લોકસભા 2024ની ચૂંટણીનો માહોલ છે ત્યારે આવકવેરા વિભાગ શહેરમાં એક્શન મોડમાં આવ્યું છે. અમદાવાદ આવકવેરા વિભાગની ટીમ દ્વારા આ દરોડા પાડવામાં આવ્યા છે. ગોપાલ ડેરી અને આશ્રમ રોડ પરની રિવર વ્યૂ હોટલ પર દરોડા પાડવામાં આવ્યા છે. શહેરના આશ્રમ રોડ સહિતના વિસ્તારમાં આવેલા સ્થળોએ આવકવેરા વિભાગની ટીમ ત્રાટકીને કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ ગ્રૂપના સંચાલક રાજુ ઉર્ફે નીશિત દેસાઈ, ગૌરાંગ દેસાઈ અને અન્ય ભાગીદારોની ઓફિસો, ઘરોમાં પણ આવકવેરા વિભાગની ટીમે દરોડા પડ્યા છે. શહેરમાં કુલ 13 સ્થળો પર દરોડા અને સરવેની કામગીરી કરવામાં આવી રહી છે. આ સાથે જ ઇન્કમટેક્સ વિભાગે 25 બેંક ખાતા અને 20 લોકર સિઝ કર્યા છે. લોકસભા ચૂંટણી પહેલા જ ગુજરાતમાં આઇટી વિભાગે મોટી કાર્યવાહી કરી છે. અમદાવાદમાં બિન હિસાબી વ્યવહારો પકડાયા છે. શહેરના હોટલ અને ડેરીના વ્યવસાય સાથે સંકળાયેલા ગ્રૂપ પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. નોધનીય છે કે અગાઉ આવકવેરા વિભાગ દ્વારા બિલ્ડર લોબી અને જ્વેલર્સને ગ્રૂપ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.