પરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પર કરેલ વિવાદ ધીમે ધીમે વધી રહ્યો છે. ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા પરષોત્તમ રૂપાલાની ટિકિટ પરત ખેંચવાની માંગને લઈ ક્ષત્રિય સમાજમાં મતમતાંતર જોવા મળી રહ્યો છે. કરણી સેનાનાં મહિલા અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ નિવેદન આપ્યું હતું કે, ક્ષત્રિય સમાજ અંગે નિર્ણય કરનારા જયરાજસિંહ કોણ છે? ગઈકાલે જે સંમેલન મળ્યું તે રાજકીય સંમેલન હતું. રુપાલાની ટિકિટ રદ્દ કરવામા આવે તેવી અમારી માંગ છે. જયરાજસિંહ સમાજનાં નિર્ણય ન લઈ શકે. અમે રુપાલાને માફ નથી કર્યા. અમારો વિરોધ ચાલુ રહેશે.
આ બાબતે કરણી સેનાના અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ કહ્યું હતું કે, ગોંડલમાં જે બેઠક મળી હતી. તે રાજકીય લેવલે મળી હતી. અને અમારુ સ્ટેન્ડ એક જ રહેશે કે રુપાલાભાઈની ટિકીટ રદ્દ કરો. અમે આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરશું. કેમ કે અમને એવી આશા કહી કે જયરાજભાઈ બેઠક કરે છે તો તેઓ ક્ષત્રિય સમાજનાં દીકરા છે તો બેઠકમાં કંઈકને કંઈક અમારી ફેવરમાં આવશે. અમારી એક જ માંગ છે કે ભાજપ દ્વારા ગમે તે સમાજને ટિકીટ આપવામાં આવે. અમે ક્યાં એવું કહીએ છીએ કે ક્ષત્રિય સમાજને ટિકીટ આપો. ક્ષત્રિય સમાજની એક માંગ પુરી કરી નથી શકતા. રુપાલાભાઈ દ્વારા ક્ષત્રિય સમાજ વિશે જે બફાટ કર્યો તે કેટલો યોગ્ય છે. અમે માફી દેવી જરૂરી છે પરંતું અમે માફી નહી સજા જ આપીશું. અને સજાએ છે કે રુપાલાભાઈની ટિકીટ રદ્દ થાય.
આ બાબતે ક્ષત્રિય સમાજની મહિલાઓએ જણાવ્યું હતું કે, પરષોત્તમ રૂપાલાની માફી બાદ પણ રાજપૂત સમાજનો વિરોધ છે. ક્ષત્રિય સમાજની મહિલાઓએ રાજકોટમાં રોષ વ્યક્ત કર્યો હતો. ક્ષત્રિય સમાજે કહ્યું હતું કે, પરુષોત્તમ રુપાલાને માફી નહી મળે. પરષોત્તમ રુપાલાની ટિકિટ રદ્દ કરાય તે જ અમારા માટે ન્યાય છે. ગઈકાલે અમારા સમાજની મહિલાઓની અટકાયત કેમ કરાઈ તે મોટો સવાલ છે.