સુરેન્દ્રનગરના જૂના જંક્શન પાસેનો ઓવરબ્રિજ બેસી ગયો છે. અત્રે જણાવીએ કે, માત્ર 5 વર્ષ પહેલા બનેલા આ બ્રિજનો ભાગ બેસી જતા ભ્રષ્ટાચાર છતો થયો છે. રૂપિયા 44 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો.
વર્ષ 2019માં તૈયાર થયેલા બ્રિજમાં અગાઉ અનેક ગાબડાઓ પડવાની ઘટના પણ સામે આવી હતી. જો કે હવે બ્રિજ બેસી જતાં લોકોમાં રોષ જોવા મળ્યો છે. બ્રિજ બેસી જતાં શહેરમાં ટ્રાફિકની સમસ્યામાં વધારો થયો છે. શહેરના જૂના જંક્શન પાસે આ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો. પરંતુ બ્રિજ બેસી જતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યાં છે કે, પાંચ વર્ષના સમયગાળામાં આ ઓવરબ્રિજ પર ચારથી પાંચ વખત ગાબડાંઓ પડ્યાં છે. કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાની કામગીરી કરવામાં આવી હોયની પણ ભૂમરાડ ઉઠી છે. જો કે, સમગ્ર મામલે શું કાર્યવાહી કરાય છે તે જોવું રહ્યું.