બનાસકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ઉતાર્યા છે. બનાસની બહેન તરીકેના પ્રચાર બાદ ગરીબની દીકરી તરીકે ગેનીબેને પ્રચાર શરૂ કર્યો છે. પાલનપુરના મોટા ગામની જાહેરસભામાં પોતાને ગરીબ પરિવારની દીકરી ગણાવી કહ્યુ હું ગરીબ પરિવારની દીકરી છું, તંદુરસ્ત લોકશાહી ટકાવવા ઉદાહરણ પૂરું પાડીશ. બનાસકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચાર ચર્ચામાં છે. અગાઉ તેમણે પોતાને બનાસની બહેન ગણાવી પ્રચાર કર્યો હતો. તો હવે તેમણે પોતાને ગરીબ પરિવારની દિકરી ગણાવી પ્રચાર શરૂ કર્યો છે. પાલનપુરના મોટા ગામે જાહેરસભામાં ગરીબ પરિવારની દીકરી ગણાવી હતી.