ગરમીને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં એપ્રિલ મહિનામાં સામાન્ય ગરમી રહેવાનું અનુમાન લગાવ્યું છે. રાજ્યમાં હીટવેવની શક્યતા નહિવત છે. જ્યારે આગામી 5 દિવસમાં તાપમાન 1થી 2 ડિગ્રી વધવાની શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં તાપમાન સામાન્યથી નીચું રહેવાની સંભાવના છે. જ્યારે એપ્રિલના બીજા અઠવાડિયામાં સૌરાષ્ટ્રમાં તાપમાન સામાન્ય રહેવાની આગાહી કરી છે. તેમજ ત્રીજા અને ચોથા અઠવાડિયામાં તાપમાન સામાન્ય કરતાં ઉંચું રહેવાનું અનુમાન છે.
હવામાન વિભાગે ગરમીને લઈને આગાહી કરી છે કે રાજ્યમાં બે દિવસ પહેલા પડેલી આકરી ગરમી બાદ તાપમાન ઘટતા હાલ અમદાવાદમાં મહત્તમ તાપમાન 36.8 ડિગ્રી નોંધાયું છે. જ્યારે ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી નોંધાયું અને સૌથી વધુ 38 ડિગ્રી તાપમાન અમરેલીમાં નોંધાયું છે. તેમજ આગામી સમયમાં 1થી 2 ડિગ્રી તાપમાન વધવાની પણ આગાહી કરી છે. જો કે હાલ હિટવેવની શક્યતા નહિવત દર્શાવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે આગામી પાંચ દિવસમાં તાપમાનમાં 1 થી 2 ડિગ્રી વધારો થશે. તેમજ એપ્રિલ મહિનામાં તાપમાન સામાન્ય રહેશે. જ્યાં એપ્રિલના પ્રથમ અઠવાડિયું તાપમાન સામાન્યથી નીચું રહેશે. તેમજ સામાન્ય કરતા એક ડિગ્રીનો ઘટાડો થશે. તો બીજા અઠવાડિયામાં સૌરાષ્ટ્રમાં તાપમાન સામાન્ય રહેશે. અને ત્રીજા અને ચોથા અઠવાડિયામાં પણ સૌરાષ્ટ્રમાં તાપમાન સામાન્ય કરતા ઉંચુ રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે.
ગત સપ્તાહની વાત કરીએ તો ઉત્તર ભારતના રાજ્યોમાં ઉનાળો આકરો રહ્યો હતો. જો કે આ સપ્તાહે થોડી રાહત મળી શકે છે. તાપમાનમાં સતત વધારો થતો હતો જેમાં સામાન્ય રાહત અનુભવાઇ છે. દરમિયાન, હવામાન વિભાગે ચેતવણી આપી છે કે ઉત્તર પશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. આ આગામી ચાર-પાંચ દિવસમાં થશે. મતલબ કે ગરમીમાં હજુ વધારો થવાનો છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં આકરી ગરમી પડી રહી છે અને આગામી પાંચ દિવસ સુધી હીટવેવ રહેશે.