લોકસભા ચૂંટણી જાહેર થતા બાદ તમામ પાર્ટીઓ દ્વારા ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. રાજકોટ લોકસભા સીટ પર ભાજપ દ્વાર પરુષોતમ રૂપાલાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ તેઓ દ્વારા પુર જોશમાં પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો હતો. થોડા દિવસ પહેલા પરષોતમ રુપાલા દ્વારા એક સભામાં ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી કરતા વિવાદ સર્જાયો હતો. ત્યારે તે વિવાદ ધીમે ધીમે વધતા ક્ષત્રિય સમાજ દ્વારા પરષોતમ રુપાલાની જગ્યાએ અન્ય કોઈ પણ ઉમેદવારની ટીકીટ આપવાની માંગ ઉચ્ચારી હતી. જેને લઈ આજે ભાજપનાં ક્ષત્રિય નેતાઓ તેમજ ક્ષત્રિય સમાજની કોર કમિટીનિ બેઠક મળી હતી.
આ બેઠકમાં બાદ ભૂપેન્દ્ર ચુડાસમાનાં અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ પણ યોજાઈ હતી. જેમાં ભૂપેન્દ્ર ચુડાસમાએ જણાવ્યું હતું કે, આજે તરત જ અમે બેઠક બોલાવી હતી. તેમજ આ બેઠકમાં ક્ષત્રિય સમાજની કોર કમિટીનાં સભ્યો હાજર હતા. તેમજ મે કોર કમિટી સમક્ષ વાત કરી છે. 3-3 વખત માફી માંગવામાં આવી હતી. ત્યારે આ બાબતે પાર્ટી વિચાર કરશે. તેમજ રુપાલાએ અનેક વખત માફી માંગી છે. પણ હજુ નિરાકરણ આવ્યું નથી. અમે પાર્ટીને અમારી વાત કરીશું. ત્યારે બાદ પાર્ટી નિર્ણય કરશે. તેમજ બીજી બેઠક નહી થાય.
ભાજપ સાથે બેઠક બાદ કરણસિંહ ચાવડાનું મોટું નિવેદન, કહ્યું એક જ શબ્દમાં સર્વાનુમતે રજૂઆત કરી છે કે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ્દ કરો, ક્ષત્રિય સમાજ કોઈ સમાધાન કરવા માગતો નથી. જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ્દ નહીં કરવામાં આવે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે. દેશમાં 22 કરોડ અને ગુજરાતમાં 75 લાખ ક્ષત્રિયો છે. અમે ચોખ્ખી વાત મૂકી છે કે તમારે રૂપાલા જોઈએ છીએ કે ક્ષત્રિય સમાજ.