લોકસભા ચૂંટણીને લઈ રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ દિલ્હીથી પરત ફર્યા બાદ પ્રચાર શરૂ કર્યો છે. રાજકોટમાં આત્મનિર્ભર મહિલા સંમેલનમાં પરષોત્તમ રૂપાલા ટિફિન લઇને પહોંચ્યા હતા. અહીં આ સંમેલનમાં પરષોત્તમ રૂપાલાએ મહિલા કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો. આ તરફ સંવાદ બાદ પરષોત્તમ રૂપાલાએ ભાજપના કાર્યકરો અને નેતાઓ સાથે ટિફિન બેઠકનું પણ આયોજન કરાયું હોઇ તેમની સાથે ભોજન પણ લીધું હતું.
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે પરષોત્તમ રૂપાલાએ ચૂંટણી માટે પ્રચાર શરૂ કર્યો છે. આ દરમિયાન આજે રાજકોટમાં આત્મનિર્ભર મહિલા સંમેલનમાં પરષોત્તમ રૂપાલા હાજર રહ્યા હતા. જ્યાં સંવાદ બાદ ભાજપના કાર્યકરો અને નેતાઓ સાથે ટિફિન બેઠકનું પણ આયોજન કરાયું હતું. આ બેઠકમાં પરષોત્તમ રૂપાલાએ મોહન કુંડારિયા સાથે ભોજન લીધું હતી. આ સાથે મહિલાઓ સાથે ભોજન કરી રૂપાલાએ પ્રચારના શુભારંભ કર્યો છે.
મહત્વનું છે કે ટિફિન બેઠક પરષોત્તમ રૂપાલાના પ્રચારનો એક અનોખો અંદાજ છે. જેમાં કાર્યકરો અને નેતાઓ મતવિસ્તારમાં ટિફિન બેઠક યોજે છે. આ ટિફિન બેઠક દરમિયાન મતદારો ભોજન સાથે તેમના મતવિસ્તારના મુદ્દાઓ અંગે ચર્ચા કરે છે. મહત્વનું છે કે, ‘જેમના ભોજન ભેગા તેમના મન ભેગા’ની કહેવતમાં વિશ્વાસ રાખતા પરષોત્તમ રૂપાલાના પ્રચારનું આ માધ્યમ ખુબ જ વિશેષ છે. નોંધનીય છે કે, રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ રૂપાલાનો વિરોધ કરી રહ્યો છે. આ બધાની વચ્ચે આજે પરષોત્તમ રૂપાલાએ ભોજન દ્વારા મતદારો સુધી પહોંચવા ટિફિન બેઠકનો પ્રારંભ કરાવ્યો છે.
લોકસભા ચૂંટણી જાહેર થતા બાદ તમામ પાર્ટીઓ દ્વારા ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. રાજકોટ લોકસભા સીટ પર ભાજપ દ્વાર પરુષોતમ રૂપાલાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ તેઓ દ્વારા પુર જોશમાં પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો હતો. થોડા દિવસ પહેલા પરષોતમ રુપાલા દ્વારા એક સભામાં ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી કરતા વિવાદ સર્જાયો હતો. ત્યારે તે વિવાદ ધીમે ધીમે વધતા ક્ષત્રિય સમાજ દ્વારા પરષોતમ રુપાલાની જગ્યાએ અન્ય કોઈ પણ ઉમેદવારની ટીકીટ આપવાની માંગ ઉચ્ચારી છે.