લોકસભા ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર ધમધમતો કરી દેવામાં આવ્યો છે. ત્યારે પ્રદેશ પ્રમુખના અધ્યક્ષ સ્થાને બનાસકાંઠાનાં ડીસા ખાતે ભાજપની જીલ્લા કક્ષાની કાર્યકર્તાઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખે બુથ પ્રમુખોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું.
રાજ્યમાં હાલ ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. ત્યારે ભાજપ ચૂંટણી પ્રચારને વેગવંતો બનાવવામાં આવ્યો છે. બનાસકાંઠાનાં ડીસા ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનાં અધ્યક્ષ સ્થાને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બનાસકાંઠા જીલ્લાનાં 2160 બુથ પ્રમુખોએ ચૂંટણીલક્ષી માર્ગદર્શન મેળવ્યું હતું. તેમજ બુથ પ્રમુખોને પ્રદેશ પ્રમુખ દ્વારા ચૂંટણી પ્રચારમાં લાગી જવા માટે કહ્યું હતું. ડીસા ભાજપની જીલ્લા કક્ષાની કાર્યકર્તા બેઠકમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત સહિતના નેતાઓ બેઠકમાં જોડાયા હતા. તેમજ પ્રદેશ પ્રમુખ દ્વારા ચૂંટણી સુધી તમામ કામ સાઈડમાં મૂકી દેવા પાટીલની ટકોર કરી હતી. તેમજ માત્રને માત્ર ભાજપ તરફી મતદાન કરાવવા મહેતન કરી હતી.
બનાસકાંઠાનાં ડીસા ખાતે પ્રદેશ પ્રમુખનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલ બુથ પ્રમુખ સંમેલનમાં પ્રદેશ પ્રમુખે કહ્યું હતું કે, બહુ બોલવા માટે કે ભાષણ કરવા માટે આવ્યો નથી. તેમજ એવું પણ ન માની લેવાય કે 5 લાખ મતથી જીતીએ છીએ. ત્યારે મે 182 વિધાનસભા જીતવાની વાત કરી હતી. પણ તમને કોઈને વિશ્વાસ ન હતો. તેમજ મને પણ મારામાં વિશ્વાસ ન હતો. પણ અહીં બેઠેલા બુથ પ્રમુખો ઉપર વિશ્વાસ હતો. વડાપ્રધાનનાં વિશ્વાસને લોકોએ સાર્થક કર્યો છે. એમને અનુભવ હતા કે કઈ સીટ ઉપર કોણ જીતશે. એના પ્રમાણે એમને ઉમેદવારોની પસંદગી કરી અને પરિણામ મળ્યું.