કોગ્રેસ નેતા પ્રતાપ દુધાતે પરષોત્તમ રૂપાલા બાબતે પોતાનું નિવેદન આપ્યું છે. પ્રતાપ દુધાતે સોશીયલ મીડિયા મારફતે કરી અપીલ કરી છે. ભાજપ પર પ્રહારો સાથે પાટીદારો ને પ્રતાપ દૂધાતે અપીલ કરી છે. પુરુષોત્તમ રૂપાલા ના નિવેદન પર ભારતીય જનતા પાર્ટી તેના ઓરીજનાલીટી પર આવી ગઈ છે. રૂપાલાના નિવેદન પર ક્ષત્રિય સમાજનો રોષ છે તે વ્યક્તિગત મામલો છે. ભાજપ સમાજ વચ્ચે વર્ગવિગ્રહ ઊભો થાય તેવા પ્રયત્નો શરૂ કર્યા છે. રૂપાલા પોતે બોલ્યા કે રાજા મહારાજાએ અંગ્રેજોના જમાનામાં રોટી બેટીના વ્યવહારો કર્યા તે રૂપાલા નું વ્યક્તિગત નિવેદન હતું. ક્ષત્રિય સમાજ કેટલાય દિવસોથી આંદોલન કરી પોતાની વાત સમાજ વચ્ચે મૂકી રહ્યા છે ત્યારે એકપણ ક્ષત્રિયના દીકરાએ પટેલ વિશે વાત નથી કરી. ભારતીય જનતા પાર્ટીમાં માનનારા અમુક ભક્તો પટેલ સમાજના નામે પોસ્ટ મૂકે તે બંધ કરે. બે સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ઊભો ના થાય તેની તકેદારી રાખવી પણ ખુબ જરૂરી છે. પાટીદારોના 14 દીકરાઓ શહીદ થયા પાટીદાર બહેન દીકરીઓ પર અત્યાચાર થયો ત્યારે સરકારના મંત્રી રૂપાલા એ એકપણ નિવેદન નહોતું આપ્યું. આખા ગુજરાત અને ભારતમાં ક્ષત્રિયો એ મન બનાવી લીધું છે કે રૂપાલા ની ટીકીટ રદ કરો નહિતર ભાજપને જાકારો મળશે. રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચેનો પ્રશ્ન છે તેને બે સમાજ વચ્ચે ના લાવવા પાટીદારોને વિનંતી કરવામાં આવે છે.