રાજકોટ ભાજ્પના ઉમેદવાર પરષોતમ રૂપાલા સામે વિરોધ ઓછો થાવને બદલે દિન પ્રતિ દિન વિરોધ વધી રહ્યો છે. માત્ર રાજકોટ કે અમરેલી નહિ પરતું અરવલ્લી માં રૂપાલા નો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. માલપુર તાલુકામાં રાજપૂત સંગઠન દ્વારા રેલી યોજાઈ હતી. માલપુર ચાર રસ્તા થી મામલતદાર કચેરી સુધી રેલી યોજવામાં આવી હતી. રેલી માં રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર સહિત હાય પોકારી હતી. રૂપાલા ની ટીકીટ રદ કરવાની રાજપૂત સંગઠન ની માંગ હજ યથાવત છે. માલપુર મામલતદાર ને અપાયું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.