દેશની સત્તાધીશ પાર્ટી ભારતીય જનતા પાર્ટી (BJP) આજે તેનો 45 મો સ્થાપના દિવસ ઊજવી રહી છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ, પાર્ટી રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સહિત પાર્ટીના ઘણા નેતાઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે અને લોકોને અભિનંદન પાઠવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોસ્ટ કરી શુભેચ્છા પાઠવી અને કહ્યું કે, ‘નેશન ફર્સ્ટ’ના મંત્ર સાથે ભાજપ સેવારત છે. જ્યારે ગૃહમંત્રી અમિત શાહે લખ્યું કે, પાર્ટીને જીવન સમર્પિત કરનાર કાર્યકરોને વંદન.
આજે ભાજપનો 45 મો સ્થાપના દિવસ છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં 6 એપ્રિલ 1980 ના રોજ ભાજપ (BJP) ની રચના થઈ હતી. ભાજપના સ્થાપના દિવસ (પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્ટી કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવી અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું કે, ‘નેશન ફર્સ્ટ’ના (Nation First) મંત્ર સાથે લોકોની સેવા કરવામાં પાર્ટી સેવારત છે. આજે BJP ની મહાન વિભૂતિઓને નમન કરવાનો દિવસ છે. જેમણે વર્ષોથી પોતાની મહેનત, સંઘર્ષ અને બલિદાનથી પાર્ટીને આ ઊંચાઈ પર પહોંચાડી છે. પીએમએ લખ્યું કે, ભારતની પસંદગીની પાર્ટી છે ભાજપ, જે હંમેશાં ભ્રષ્ટાચાર, પરિવારવાદ વિરૂદ્ધ સંકલ્પબદ્ધ છે. આ સાથે પીએમ મોદીએ આશા વ્યક્ત કરી કે, જનતા વધુ એક કાર્યકાળ માટે આશીર્વાદ આપશે. NDAનો અભિન્ન અંગ હોવાનો અમને ગર્વ છે.
જ્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ સોશિયલ મીડિયા પોસ્ટ કરી પાર્ટીના કાર્યકર્તાઓને બીજેપીના સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી હતી અને પાર્ટી માટે કામ કરી રહેલા કાર્યકરોને સલામ આપી હતી. અમિત શાહે લખ્યું, ‘ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ પર તમામ કાર્યકરોને અભિનંદન. હું એવા અસંખ્ય કાર્યકરોને સલામ કરું છું કે જેમણે બીજેપીને વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બનાવવાની યાત્રામાં પોતાનું જીવન સમર્પિત કર્યું છે. સંગઠન પ્રત્યે અતૂટ સમર્પણ અને કામ પ્રત્યેની નિષ્ઠાથી દેશવાસીઓની આશાઓ અને આકાંક્ષાઓ દિવસ-રાત મજબૂત થઈ છે. પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપ ગરીબ કલ્યાણ અને સાંસ્કૃતિક વારસાના પુનઃનિર્માણનો પર્યાય બનીને ભારતના નિર્માણમાં મદદ કરી રહી છે.
BJP અધ્યક્ષ JP નડ્ડાએ પણ પાર્ટીના સ્થાપના દિવસના અવસરે પોસ્ટ શેર કરી લખ્યું કે, ‘ભાજપના તમામ વરિષ્ઠ નેતાઓને નમન, જેમણે તેમના બલિદાન, સમર્પણ અને સખત મહેનતથી સંગઠનને દેશવ્યાપી વિસ્તરણ પૂરું પાડ્યું. સ્થાપના દિવસ નિમિત્તે તમામ કાર્યકરોને હાર્દિક અભિનંદન. પીએમ મોદીના નેતૃત્વમાં તમામ કાર્યકર્તાઓ વિકસિત ભારતના નિર્માણના સંકલ્પ સાથે વિજયના માર્ગ પર આગળ વધી રહ્યા છે.