ચૂંટણીનું નામ પડતાની સાથે જ લોકોને પીળી સાડીવાળી મહિલા યાદ આવી જાય છે. ત્યારે હવે પીળી સાડીવાળી મહિલાનો એક વીડિયો ફરીથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પીળી સાડીવાળી મહિલા તરીકે જાણીતી રીના દ્વિવેદીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે. પીળી સાડીવાળી મહિલા ગજબ અંદાજમાં જોવા મળી રહી છે. આ સાથે તેમણે એ પણ કહી દીધું છે કે ચૂંટણી આવી રહી છે.
2019ની લોકસભા ચૂંટણી દરમિયાન પીળી સાડીવાળી મહિલાની તસવીરો વાયરલ થઈ હતી. આ તસવીરોમાં રીના દ્વિવેદી બૂથમાંથી EVM લઈને જતી જોવા મળી હતી. આ પછી લોકોએ તેને ઇન્ટરનેટ પર ખૂબ સર્ચ કરી હતી. 2019 પછી, 2022ની યુપી વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ તેની તસવીરો વાયરલ થઈ હતી. ત્યારબાદ તે લખનઉના મોહનલાલગંજ વિધાનસભાના બૂથ પર જોવા મળી હતી. લોકસભા ચૂંટણી 2024 આવી રહી છે ત્યારે રીના દ્વિવેદીનો વીડિયો વાયરલ થયો છે. જુઓ વીડિયો-
આ વીડિયો શેર કરતાં રીના દ્વિવેદીએ કેપ્શનમાં લખ્યું છે, ‘ચૂંટણી આવી રહી છે મિત્રો, તમને શું લાગે છે?’ આ પછી લોકોએ આ વીડિયો પર વિવિધ પ્રકારની કોમેન્ટ્સ કરવાનું શરૂ કરી દીધું. તેના આ વીડિયોને અત્યાર સુધી હજારો લોકો લાઈક કરી ચૂક્યા છે. તેનો વીડિયો ખૂબ જ ઝડપથી જોવામાં અને શેર કરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2019માં ફોટો વાયરલ થયા બાદ રીના દ્વિવેદીની જિંદગી સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. હવે તેણે ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવવાનું પણ શરૂ કરી દીધું છે.