રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રુપાલાએ રાજા મહારાજાઓ વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને ક્ષત્રિય-રાજપુત સમાજમાં રહેલો રોષ દિવસેને દિવસે વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે. રુપાલાની સામે ક્ષત્રિય સમાજની મહિલાઓ વિરોધ પ્રદર્શન કરી રહી છે. ત્યારે જામનગર અને રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ સાથે પોલીસની ઝપાઝપી થઈ હતી. ક્ષત્રિય સમાજની મહિલાઓ સાથે પોલીસના આ વર્તુણુકને કારણે ક્ષત્રિયોમાં રોષ વધ્યો છે. ત્યારે આ અંગે રાજપૂત સમાજ સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
સભા, સરઘસ ધરણા પ્રદર્શન આ બધા આપણને બંધારણમાં આપેલા ઓઝારો છે. કોઈ સમાજને અન્ય થયો હોય તો લોકશાહી રીતે જે માધ્યમો છે તેના થકી પોતાની વાત સત્તાધીસો સુધઝી પહોંચાડી શકે. પંરતુ રાજકોટમાં ભાજપની સભામાં અમારી સમાજની માતાઓ બહેનો બેઠી હચી તેમને ખેંચીને બહાર લઈ જવામા આવ્યા તેમની સાથે અશોભનીય વર્તન કરવામા આવ્યું. અમારી માતા બહેનોની તબિયત પણ બગડી, ત્યારે હુ સરકારને પૂછવા માગુ છે કે, લોકશાહીમાં દરેક નાગરીકને પોતાનો અવાજ રજુ કરાવાનો અધિકાર છે. તો આવું વર્તન કરવામા આવ્યું છે તેને હુ મારા સમાજ વતી વખોડુ છું. મને તે પણ જાણવા મળ્યુ છે કે, મહિલા પોલીસની ધરપકડ પુરુષ પોલીસ દ્વારા કરવામા આવી. તે યોગ્ય નતી કાયદાનું ઉલ્લંઘન છે. ગઈ કાલે આ બાબતે અમારા સમાજના આગેવાનોએ કમલમ ખાતે જઈને તેની રજુઆત કરી છે. રુપાલાએ અમારા સમાજની લાગણી શબ્દોથી આહટ કરી ત્યારે પોલીસ અને ભાજપ સરકારે તેમણે પ્રેક્ટિકલ રીતે આવું નિંદનીય કૃત્ય કરીને અમારી લાગણીઓને ભડકાવી છે. અમને આક્રોષિત કરી છે. આવી ઘટના ફરી ના થાય નારીની અસ્મિતાનો ભંગ ના થાય તેની વિનંતી કરુ છુ કે, આવતી કાલે સાંજ સુધી સમગ્ર ગુજરાતના ભાજપના જે કંઈ પણ કાર્યાલય હોય ત્યા આવેદનપત્ર આપવા જવું. આગળ શું થશે તે સંકલન સમિતિ અને કોર સમિતિ નક્કી કરશે. અમે જે બેનરો લગાવ્યા હતા તેને ઉતારવાનું કામ ચાલી રહ્યું છે. આ કોઈ રાજકીય બેનરો નથી. પ્રાઈવેટ પ્રોપર્ટીમાં લગાવેલા બેનરો ઉતારાયા છે તે કોઈ આચાર સંહિતાનો ભંગ નથી તેવી પોલીસને રજુઆત કરતા અમને જણાવ્યુ કે, અમે કોઈ બેનરો ઉતાર્યા નથી. ત્યારે પોલીસને કહેવા માંગુ છે કે જ્યારે વડોદરામાં રાજકીય પાર્ટી વિરુદ્ધ બેનરો લગાવ્યા તો તેની તપાસ ગૃહમંત્રી સુધી પહોંચી હતી તો આમા પણ તપાસ કરો કે બેનરો કોણ હટાવી રહ્યુ છે.
અનેક સંઘર્ષોની વચ્ચે 14 એપ્રિલે રવિવારે રાજકોટમાં રામ ભગવાનના સાનિધ્યમાં વિશાલ સંમેલનનુ આયોજન કરવાના છે જેમાં ગુજરાત તેમજ ગુજરાતની આજુબાજુથી આવેલ રાજ્યોમાંથી પણ લોકો ઉપસ્થિત રહેશે. આ કોઈ રાજકીય નહીં પરંતુ સામાજિક ચળવળ છે. હુજ મોડુ ન કરશો. 15 દિવસ થઈ ગયા અમારા સમાજની બહેનો જે બજારમાં શાકભાજી લેવા પણ ના જતી હોય તે રસ્તા પર ઉતરે તે અમારા માટે શરમજનક છે. તેના કરતા વધારે શરમ જનક ભાજપ અને સરકાર માટે છે. આજે અમે અમારા સમાજને ચલો રાજકોટનો નારો આપીએ છીએ, અમે સંયમથી આંદોલન કરી રહ્યા છીએ. યુવાનોનો આક્રોષ તુટી નહીં તેની જવાબદારી પણ સરકારની છે. રુપાલાએ શાયરાના અંદાજમાં જે કર્યુ કે, હુ ભગવાન રુપાલાને સદબુદ્ધી આપે કારણ કે, તેમના વાણી વિલાસે શાંત ગુજરાતમાં પલીતો ચાંપ્યો છે. વડોદરાથી રંજન બંન અને ભીખાજી ઠાકોર સામેથી ચૂંટણી લડવાની ના પાડતા હોય, અને તમે તો શાયરા બોલ્યા અને એવું કહો છો કે, મેં તો, રાજ્યસભા લોકસભા બધુ જોયુ છે તો તમે બધુ જોઈ લીધુ હોય તો તમારા પક્ષને નુકસાન થઈ રહ્યું છે તો હોઈકમાન કહે તે પહેલા તમે તમારી ઉમેદવારી પાછી ખેંચી લ્યો. આખા ગુજરાતની બહેનો દિકરીઓ આહટ છે ત્યારે તમે શેર અને શાયરી કરો છો તમને શરમ આવવી જોઈએ. તમે અમને ચેલેન્જ આપી રહ્યા છો. તમારા દરેક વાક્યથી આક્રોષ વધી રહ્યો છે.
RSS અને ભાજપનું સુત્ર છે કે, વ્યક્તિ સે બડા દલ ઓર દલ સે બડા દેશ. ત્યારે રુપાલાભાઈ આ શેરશાયરી બંધ કરો અને તમારી ઉમેદવારી પાછી ખેંચો. અમે મંથન કર્યુ છે કે, વિવાદ એટલો વધી રહ્યો છે કે, રુપાલાની ટિકિટ રદ કરવા શિવાય બીજો કોઈ રસ્તો નથી, અમારી બહેનોમાં આક્રોશ છે કે, રોજ અમને 100 બહેનોનો ફોન આવે છે કે, રુપાલાની ટિકિટ રદ ન થાય ત્યા સુધી આંદોલન બંધ કરતા નહીં.