પરશોત્તમ રૂપાલાનાં નિવેદન મામલો થયેલ હોબાળાને શાંત કરવા માટે હવે સંતોએ મેદાનમાં ઝંપલાવ્યું છે. આ સમગ્ર બાબતે સંત સમિતિનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલસાદ મહારાજે સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી હતી. જેમાં બંને પક્ષો ભેગા તઈ સમગ્ર મામલે સુખદ સમાધાન શોધે. આ લડાઈથી માત્ર હિન્દુત્વને નુકશાન પહોંચશે. ભૂલ થાય નિદનીય છે પણ એનું સમાધાન બંને પક્ષો ભેગા મળી કરે. અવિચલ દાસ મહારાજની વિવાદને શાંત કરવા બંને પક્ષોને અપીલ કરી છે.
આ સમગ્ર મામલે સંત સમિતિનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલસાદ મહારાજે તેઓની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, જે બોલાયું છે તેને અમે પણ સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ. કે આ ક્યાં સંજોગોમાં બોલાયું તેનું અમને પણ આશ્ચર્ય છે. પણ હવે એ વિષયને મુદ્દો બનાવીને જો આપણે ચાલીશું. આપણું જે લક્ષ્ય છે. ભારતનાં ઈતિહાસને આપણી ભાવિ પેઢીમાં સ્થાપિત કરવાનો. એમાં ક્યાંક આપણને અડચણ પડશે. એટલે બંને પક્ષોને અમારી સંત સમિતિનાં સભ્ય અપીલ કરે છે કે, આપ ભેગા બેસો રસ્તો શોધો.
રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ રજવાડા અંગે એક નિવેદન આપ્યું છે. જે વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, રૂખી સમાજે ધર્મ કે વ્યવહાર નહોતો બદલ્યો. સૌથી વધુ દમન થયુ છતા રૂખી સમાજ નહોતો ઝૂક્યો. વધુમાં કહ્યું હતું કે, મહારાજાઓએ અંગ્રેજો સામે રોટી-બેટીના વ્યવહાર કર્યા હતો. રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું કે, એમના ભરોશે તો રામ આવ્યો હતો. તે દિવસે આ લોકો તલવાર આગળ નહોતા ઝુક્યાં, તે તો નાની સમાજ છે.