આજના સમયમાં માણસાઈ માણસ ભૂલી ગયો છે.આપણે ત્યાં ગાયોના નામે લોકો લાખો-કરોડો રૂપિયાનું દાન આપી છે.પરંતુ લાખો કરોડો લોકોમાંથી કેટલાક એવા પણ લોકો હોય છે. જે મુંગા પુશાઓના મુખેથી પણ કોળિયો છીનવી લે છે. આવું જ કૌભાંડ રાજકોટમાં સામે આવ્યું છે. જ્યાં કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે જીવદયાના નામે અપાતી ગ્રાન્ટમાં કૌભાંડના ગંભીર આક્ષેપો લગાવ્યા છે. મહેશ રાજપૂતના આક્ષેપો પ્રમાણે, રાજકોટ મહાનગરપાલિકાના ઢોર ડબ્બાનું સંચાલન જીવદયા ટ્રસ્ટના રાજેન્દ્ર શાહ અને યશ શાહ કરી રહ્યા છે. અને ઢોર ડબ્બામાં પુરવામાં આવેલા પશુઓના નિભાવ માટે દર મહિને 60 લાખ રૂપિયા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે.
પશુ નિભાવના લાખો રૂપિયા ક્યાં જાય છે? ઢોર ડબ્બામાં પશુઓના મોતને લઈને આક્ષેપ 60 લાખ ફાળવાય છે, તો પશુઓ કેમ મરે છે?પશુ નિભાવના રૂપિયા કોણ ચાંઉ કરી જાય છે? કોંગ્રેસના આક્ષેપોમાં કેટલું સત્ય છે?
તો એવામાં અહી એ પ્રશ્નો થાય છે કે જીવદયાના નામે કોણ લાખો રૂપિયા ચાંઉ કરી રહ્યું છે? પશુ નિભાવ માટે 60 લાખ રૂપિયા ઓછા પડે છે કે શું ખરેખર
રોજ 2 લાખ રૂપિયાનો ચારો પશુઓ ખાઇ જાય છે? પાંજરાપોળમાં ગાયોને મારવા માટે પુરવામાં આવે છે? શું ગાયોના નામે લાખો રૂપિયા જીવદયા ટ્રસ્ટ ચાંઉ કરે છે? ગાયોના નિભાવ માટે 2 લાખનો ખર્ચ તો મૃત્યુ કેમ થઈ રહ્યાં છે?
રોજ 5 થી 7 ગાયો મરવા પાછળનું કારણ શું છે?