વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થીનીઓનાં ટી-શર્ટ ઊંચી કરી સઘન ચેકીંગ કરવાનાં મામલામાં સૌથી મોટો ખુલાસો થયો છે. સમગ્ર ઘટના ઉપજાવી કાઢવામાં આવી હોવાનો દાવો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનાં કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડાએ કહ્યું હતું કે સમગ્ર ઘટનાને લઈને સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. અને એમાં કંઈ પણ વાંધાજનક દેખાયુ નથી. જેને પગલે હવે યુનિવર્સિટીએ આ વાત ઉપજાવી કાઢનારને શોધી કાઢી તેની સામે કડક પગલા ભરવાની જાહેરાત કરી હતી.
આ મામલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનાં કુલપતિ ર્ડા. કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં લેવામાં આવતી વિવિધ પરીક્ષાઓમાં મહિલા સ્કોર્ડની કામગીરીને લઈને જે માહિતી બહાર આવી હતી. જે સંદર્ભમાં સીસીટીવી ફૂટેજ ચેક કરતા મહિલા સ્કોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ પાસે જઈ ચેક કરતા માલુમ પડે છે. તેમજ તે સમય દરમ્યાન સુપરવાઈઝર પણ ત્યાં હાજર હતા. અમારા જે મહિલા સ્કોર્ડ દ્વારા મહિલાઓને ચેક કરતા અટકાવવા માટેનો જે પ્રયત્ન કરવામાં આવેલ છે. આથી પ્રશાસનને જે સૂચના આપવામાં આવી છે કે જ્યાં પરીક્ષા બિલ્ડીંગ હોય તેની નજીક વ્યક્તિ કે વિદ્યાર્થી હાજર ન રહે જેથી આવી કોઈ ગેર સમજ ન થાય.