આજના દિવસે ખુબજ ગમખ્વાર અકસ્માત નડિયાદ પાસે થયો છે. નડિયાદ પાસે ટ્રેલરની પાછળ કાર ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર વડોદરાથી અમદાવાદ જઈ રહી હતી. તે સમયે અકસ્માત સર્જાતા 5 થી વધુ લોકોનાં ઘટનાં સ્થળે જ મોત નિપજ્યા હતા. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર દુર્ઘટનાં સર્જાતા ફરી એક વખત હાઈવે રક્તરંજીત થવા પામ્યો હતા.
અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાતા અમદાવાદનાં એક જ પરિવારનાં 5 થી વધુ લોકોનાં મોત નિપજતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. ત્યારે અકસ્માત સર્જાયો હોવાની જાણ એક્સપ્રેસ હાઈવેની પેટ્રોલિંગ ટીમને થતા પેટ્રોલિંગ ટીમ પણ તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી હતી. તેમજ 108 ની બે એમ્બ્યુલન્સ પણ ઘટનાં સ્થળે પહોંચી ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. 108 એમ્બ્યુલન્સ બોલાવી ઘાયલોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.