ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહ આજથી પ્રચારના શ્રી ગણેશ કરશે. ગાંધીનગર લોકસભામાં સમાવિષ્ઠ સાત વિધાનસભામાં અમિત શાહનો રોડ શો યોજાશે. સાણંદથી રોડ શોની શરૂઆત થશે. સાણંદ, કલોલ, સાબરગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહ આજથી પ્રચારના શ્રી ગણેશ કરશે. તો અમીત શાહનો મતી, ઘાટલોડિયા, નારણપુરા, વેજલપુર વિધાનસભા ક્ષેત્રોમાં મેગા રોડ શો યોજશે. રોડ શો ના સમાપન બાદ અમિતભાઈ શાહ વેજલપુર ખાતે જાહેરસભાને સંબોધન કરશે.
આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ભવ્ય રોડ શો ગાંધીનગરમાં યોજાવાનો છે. સવારે 9 કલાકે અમદાવાદના સાણંદમાં ભવ્ય રોડ શો નીકળશે. સાણંદમાં APMC સર્કલથી નળસરોવર ચોક સુધી રોડ શો નીકળશે. સવારે 10.15 કલાકે ગાંધીનગરના કલોલમાં ભવ્ય રોડ શો નીકળશે. જેકલોલમાં જેપી ગેટથી ટાવર ચોક સુધી ભવ્ય રોડ શો હશે. બપોરે 4 કલાકે સરદાર પટેલ ચોકથી કેકે નગરમાં રોડ શો નીકળશે. જે વાળીનાથ ચોકથી જીવરાજ પાર્ક ચાર રસ્તા સુધી રોડ શો હશે. રાત્રિના 8 કલાકે વેજલપુરમાં ભવ્ય રોડ શો બાદમાં જાહેરસભા સંબોધશે. જેના બાદ આવતી કાલે અમિત શાહ ઉમેદવારી ફોર્મ ભરશે. આવતીકાલે ૧૯ એપ્રિલ ૨૦૨૪, શુક્રવારના રોજ કલેકટર કચેરી, ગાંધીનગર ખાતે બપોરે ૧૨.૩૯ કલાકે વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવશે. ઉમેદવારી બાદ દિલ્હી પરત ફરશે.
તા. ૧૮ એપ્રિલ, ગુરુવારના રોજ સવારે ૮.૦૦ કલાકે સાણંદ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીઅમિત શાહના ભવ્ય મેગા રોડ શોની શરૂઆત થશે.
સાણંદ રોડ શો રૂટ:
સાણંદના ઘોડા ગાડી રિક્ષા સ્ટેન્ડ (APMC સર્કલ)
સાણંદ તાલુકા પંચાયત કચેરી
ડો.બાબાસાહેબ આંબેડકર પ્રતિમા
સાણંદ બસ સ્ટેન્ડ
સાણંદ-નળ સરોવર ચોકડી- સમાપન
સવારે ૯.૩૦ કલાકે કલોલ જે.પી. ગેટ (કલોલ શહેર) ખાતેથી અમિત શાહના રોડ શો ની શરૂઆત થશે.
કલોલ રોડ શો રૂટ:
જે.પી. ગેટ (કલોલ શહેર)
ડો.બાબાસાહેબ આંબેડકર પ્રતિમા
ભવાની નગર ચાલી
ખુની બંગલા તળાવ રોડ
ટાવર ચોક- સમાપન
બપોરે ૩.૦૦ કલાકે સાબરમતી ના રામજી મંદિર રોડ સ્થિત સરદાર પટેલ ચોકથી અમિત શાહના રોડ શોનું પ્રસ્થાન થશે.
સાબરમતી રોડ શો રૂટ:
સરદાર પટેલ ચોક
વિજય રામી સર્કલ
શ્રી વિનું માંકડ મ્યુનિસિપલ સ્વિમિંગ પુલ
શ્રી રામેશ્વર મહાદેવ મંદિર
શાંતારામ કોમ્યુનિટી હોલ
ચાંદલોડિયા રોડ- સમાપન
સાંજે ૪.૩૦ કલાકે ઘાટલોડિયા ખાતે અમિત શાહના રોડ શોનું ચાંદલોડિયા રોડ- ઉમિયા હોલ જંક્શનથી પ્રસ્થાન થશે.
ઘાટલોડિયા રોડ શો રૂટ:
ચાંદલોડિયા રોડ-ઉમિયા હોલ જંક્શન
અમૂલ ઔડા ગાર્ડન ચોક
પ્રભાત ચોક
વીર મહારાણા પ્રતાપની પ્રતિમા
ગૌરવ પથ
રન્ના પાર્ક, નિર્ણયનગર- સમાપન
સાંજે ૫.૩૦ કલાકે નારણપુરાના અમિત શાહના રોડ શો નું પ્રસ્થાન થશે.
નારણપુરા રોડ શો રૂટ:
રન્ના પાર્ક
ચાય વાલે
પટેલ ડેરી
એ. ઇ. સી. બ્રિજ
સહજાનંદ એવન્યુ
સોલાર ફ્લેટ
જયદીપ હોસ્પિટલ
લોયલા સ્કુલ
ક્રિષ્ના ડેરી- સમાપન
સાંજે ૬.૩૦ કલાકે વેજલપુર ના જીવરાજ પાર્ક ખાતેથી અમિત શાહના રોડ શો ની શરૂઆત થશે.
વેજલપુર રોડ શો રૂટ:
જીવરાજ પાર્ક
તુલસી વન કો. ઓપ. હાઉસિંગ સોસાયટી
વેજલપુર લાયબ્રેરી અને જીમનેશિયમ
કોર્પોરેશન વોર્ડ ઓફિસ પાસે, વેજલપુર – સમાપન અને જાહેરસભા