ભાવનગર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર કરવામાં આવ્યું હતું. એફિડેવિટમાં વિસંગતતાને લઈને ભાપજે વાંધા અરજી રજૂ કરી હતી. ઉમેશ મકવાણાનાં ફોર્મ સામે વાંધો ઉઠાવ્યો હતો. 2022 માં રજૂ કરેલ એફિડેવિટ અને 2024 ની એફિડેવિટમાં આવક અલગ દર્શાવાઈ હતી. પત્નિનાં હાથ પરની રોકડ દર્શાવી તેના કરતા આવક વધુ દર્શાવાઈ હતી. ઉમેશ મકવાણા કંપનીમાં ડાયરેક્ટર છે તેની આવકનો સ્ત્રોત દર્શાવાયો ન હતો. તેમજ શિક્ષણની માહિતી પણ અધુરી બતાવાઈ હોવાનો ભાજપ દ્વારા આક્ષેપ કર્યો હતો કોંગ્રેસનાં ઉમેદવાર જેનીબેન ઠુમ્મરનાં ઉમેદવારી ફોર્મને લઈ મહત્વનાં સમાચાર મળી રહ્યા છે. જેનીબેન ઠુમ્મરનું ફોર્મ રદ્દ નહી થાય. ચૂંટણી અધિકારીએ જેનીબેન ઠુમ્મરની રજૂઆતોને માન્ય રાખી છે. જેનીબેન ઠુમ્મર દ્વારા ફોર્મમાં વિસંગતતાઓ હોવાનો ભાજપે આક્ષેપ કર્યો હતો.
ફોર્મમાં વિસંગતતાઓનાં કારણે ફોર્મ રદ્દ કરવાની ભાજપે રજૂઆત કરી હતી. ચૂંટણી અધિકારીએ કોંગ્રેસનાં ઉમેદવારને પુરાવાઓ રજૂ કરવા માટે સમય આપ્યો હતો. ઉમેદવારી ફોર્મમાં વિસંગતતાઓ મામલે સુનાવણી પૂર્ણ થઈ છે. કોંગ્રેસ ઉમેદવાર દ્વારા તમામ આધાર પુરાવાઓ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરાયા હતા. કોંગ્રેસ અને ભાજપનાં વકીલો દ્વારા ચૂંટણી અધિકારી સમક્ષ દલીલો કરવામાં આવી હતી. કોંગ્રેસ ભાજપ બંને પક્ષોની દલીલો ચૂંટણી અધિકારી કલેક્ટરે સાંભળી હતી.સુરત બેઠક પર કોંગ્રેસનાં ઉમેદવાર નિલેષ કુંભાણીની ઉમેદવારી રદ્દ કરવામાં આવી છે. કલેક્ટર અને ચૂંટણી અધિકારી સમક્ષ સુનાવણી બાદ કલેક્ટર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ભાજપે કોંગ્રેસ ઉમેદવાર નિલેષ કુંભાણીયાનાં ટેકેદારો બોગસ હોવાનો દાવો કર્યો હતો. ભાજપની ફરિયાદ બાદ કોંગ્રેસ ઉમેદવારનાં તમામ 4 ટેકેદારો ગાયબ થયા હતા. ટેકેદારોને હાજર કરવા કલેક્ટરે રવિવારે સવાર સુધી સમય આપ્યો હતો. ટેકેદારો સંપર્ક વિહોણા થતા કોંગ્રેસ ઉમેદવાર નિલેષ કુંભામીની ઉમેદવારી રદ્દ કરાઈ હતી.