અમેરલીથી કોંગ્રેસ માટે સારા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરનું ફોર્મ મંજુર થઈ ગયું છે. જેની ઠુમ્મરની ફોર્મમાં પણ ભાજપ દ્વારા વાંધો ઉઠાવાવમા આવ્યો હતો. આ મામલે આજે અમરેલી કલેકટર કચેરીમાં સુનાવણી થઈ હતી. જિલ્લા ચૂંટણી અધિકારી બંને પક્ષોની રજૂઆત સાંભળી હતી અને આ મામલે ચુકાદો જાહેર કર્યો હતો.
અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરની ફોર્મમાં પણ ભાજપ દ્વારા વાંધો ઉઠાવાવમા આવ્યો હતો. જેની ઠુમ્મર સામેની વાંધા અરજીમાં એફિડેવીટમાં ઓછી મિલકત હોવાનો ઉલ્લેખ કરાયો હતો. આ મામલે કોંગ્રેસના ઉમેદવારના પ્રતિનિધિએ થોડો સમય માંગ્યો હતો. જેનીબેન ઠુમ્મરના ફોર્મની સુનાવણી આજે કરવામાં આવી હતી.જેમાં ભાજપ અને કોંગ્રેસની લીગલ ટીમ ગઈરાલે અમરેલી કલેકટર કચેરીમાં પહોંચી હતી તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના કાર્યકરો પણ વકીલ સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. જિલ્લા ચૂંટણી અધિકારી બંને પક્ષોની રજૂઆત સાંભળી હતી અને આ મામલે ચુકાદો જાહેર કર્યો હતો. જેની બેન ઠુમ્મરનું ફોર્મ માન્ય રખાતા જિલ્લા કોંગ્રેસમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.