દુનિયામાં ઈન્સ્ટન્ટ મેસેન્જર એપ તરીકે WhatsAppનો સૌથી વધુ ઉપયોગ થાય છે. WhatsApp તેના કરોડો યુઝર્સને બેસ્ટ ચેટિંગ એક્સપિરિયન્સ આપવા માટે નવી સુવિધાઓ લાવતું રહે છે અને આ સાથે જ આ ઇન્સ્ટન્ટ ચેટિંગ પ્લેટફોર્મ તેના યુઝર્સની સેફટી અને સિક્યોરીટી પર પણ સંપૂર્ણ ધ્યાન રાખે છે.
WhatsApp કોઈપણ ફીચર લોન્ચ કરતા પહેલા બીટા યુઝર્સ તેનું ટેસ્ટિંગ કરે છે અને બીટા યુઝર્સને પહેલા કોઈ ફીચરને ટેસ્ટ કરવાની તક મળે છે. જો તમે પણ આવા યુઝર બનવા માંગો છો તો આ માટે સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોર પર જઈને વોટ્સએપ ઇન્સ્ટોલ કર્યા પછી, પ્લે સ્ટોરના તે પેજની નીચે બીટા યુઝર્સ બનવા અથવા બીટા ટેસ્ટર બનવા માટેનો વિકલ્પ મળશે.
એપ્લિકેશન પેજ પર WhatsApp Messenger સર્ચ કરીને નીચે સ્ક્રોલ કરો.
અહીં તમે ‘Become a beta tester’ નો વિકલ્પ જોશો.
‘I’m in’ વિકલ્પ પસંદ કરો. આ પછી કન્ફર્મ કરવા માટે ‘જોઇન’ પર ક્લિક કરો.
નોંધનીય છે કે તમામ યૂઝર્સ માટે કોઈપણ ફીચર રિલીઝ કરતા પહેલા કંપનીઓ તેને બીટા યુઝર્સ માટે રિલીઝ કરે છે, જેથી કોઈપણ પ્રકારની સમસ્યાને શોધી શકાય. જો તમે પણ પહેલા WhatsAppના નવા ફીચર્સનો ઉપયોગ કરવા માંગો છો, તો પછી તમે બીટા ટેસ્ટર બની શકો છો. જો કે, બીટા ટેસ્ટર બન્યા પછી, તમને વારંવાર અપડેટ્સ મળે છે. જો તમે એપને વારંવાર અપડેટ કરવા માંગતા નથી, તો વોટ્સએપના પબ્લિક વર્ઝનનો જ ઉપયોગ કરો.