અયોધ્યા નગરી કે જેને આધ્યાત્મિક નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાં હનુમાનજીનું મંદિર છે જયા હજારો લાખો ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા અર્થે આવે છે અને હનુમાનજીના દર્શન કરી મન પવન કરે છે. આજે હનુમાન જન્મોત્સવના શુભ દિવસે વાત કરીએ હનુમાનગઢી મંદિરની કે જે અયોધ્યા ઉત્તર પ્રદેશ-રામનગરી અયોધ્યામાં છે. જ્યાં વર્તમાનમાં રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. રામ ભક્ત હનુમાનજીનું પ્રસિદ્ધ મંદિર હનુમાનગઢી માં ખુબજ પ્રચલિત જગ્યા છે . પૌરાણિક કથાઓ અનુસાર આ મંદિર પ્રભુ શ્રી રામે, લંકા પરત ફર્યા બાદ પોતાના સૌથી પ્રિય ભક્ત હનુમાનજીને આપ્યું હતું.
આ મંદિરમાં આજે પણ તે નિશાન રાખવામાં આવ્યા છે જ્યાં લંકાથી પ્રભુ રામ આવ્યા હતા. અયોધ્યામાં રામ દર્શનની સાથે હનુમાનજીના આ મંદિરમાં દર્શન કર્યા વગર તમારી પૂજા અધુરી માનવામાં આવે છે. આ મંદિરમાં હનુમાનજીની 20 ફૂટ લાંબી આડી મૂર્તી છે. આ પ્રતિમાના દર્શન માટે રોજ ભારે સંખ્યામાં ભક્તોની ભીડ લાગે છે. હનુમાનજીના આ સ્વરૂપના દર્શન વગર સંગમ સ્નાન અધુરૂ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે વરસાદના સમયે હનુમાનજી જલમગ્ન થઈ જાય છે. આ સમયે તેમને કોઈ અન્ય સ્થાન પર લઈ જવામાં આવે છે.
સાલાસર હનુમાન મંદિર, રાજસ્થાન ની વાત કરીએ તો હનુમાનજીનું આ પ્રસિદ્ધ મંદિર સાલાસર બાલાજીના નામથી પણ ઓળખાય છે. હકીકત એ છે કે આ મંદિરમાં સ્થિત હનુમાનજીની પ્રતિમામાં દાઢી અને મૂછો છે જેના કારણે પણ આ મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર બજરંગબલીના આ મંદિરમાં જે પણ ભક્ત સાચી શ્રદ્ધા અને સાફ મનથી પોતાની મનોકામના લઈને આવે છે તેમને સફળતા પ્રાપ્ત થાય છે.
એ સિવાય જાખુ ટેમ્પલ, શિમલા નું એક સુપ્રસિદ્ધ મંદિર છે. પ્રકૃતિ ના સૌન્દર્ય થી ભરપુર આ જગ્યા પ્રવાસીઓને પણ ખુબજ પસંદ છે. પ્રાકૃતિક સુંદરતાની વચ્ચે સ્થિત આ હનુમાન મંદિર દેશ-વિદેશમાં આવેલા શ્રદ્ધાળુઓ માટે એક પ્રસિદ્ધ આસ્થાનું કેન્દ્ર છે. જાખુ પર્વની ટોચ પર સ્થિત હોવાના કારણે પણ ઘણા લોકો આ મંદિરમાં દર્શન માટે પહોંચે છે. પૌરાણિક કથાઓ અનુસાર હનુમાનજી જ્યારે ભગવાન લક્ષ્મણ માટે સંજીવની લઈને આવ્યા હતા ત્યારે તેમણે માર્ગમાં આ મંદિર જોયુ જ્યાં યક્ષ ઋષિ તપસ્યા કરી રહ્યા હતા.
દરેક મંદિરના પાછળ એક કથા ચોક્કસ હોય છે. વાત કરીએ ખમ્મમ હનુમાન મંદિર, તેલંગાણાની તો આ મંદિરમાં હનુમાનજીની સાથે તેમની પત્નીની પણ પ્રતિમા સ્થાપિત છે જેના કારણે તે ખૂબ જ પ્રસિદ્ધ છે. આ મંદિરમાં હનુમાનજીની સાથે તેમની પત્ની સુર્વચલાની પણ પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર હનુમાનજી બાળ બ્રહ્મચારી હતા એવામાં તેમના વિવાહનો રાઝ તેમના ભક્તોને આ મંદિરની તરફ આકર્ષિત કરે છે.