રાજકોટથી કમકમાટી ભરી ઘટના સામે આવી છે. મવડી પોલીસ હેડ ક્વાર્ટરના 10માં માળેથી પોલીસ કોન્સટેબલે આપઘાત કર્યો છે. ક્વાર્ટરના 10માં માળેથી ઝંપલાવી કોન્સટેબલે મોતને વ્હાલું કરતા ક્વાર્ટર વિસ્તારમાં ગમગીન માહોલ સર્જાયો હતો. સમગ્ર બાબતને લઈ પોલીસ તપાસ હાથ ધરી છે. 23 વર્ષીય કોન્સટેબલ ભાર્ગવ બોરીસાગરે અચનાક જ હેડ ક્વોર્ટરના 10મા માળેથી છલાંગ લગાવી દીધી હતી. સમગ્ર ઘટના સર્જાતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યાં હતાં. આ મુદ્દે પોલીસને જાણ થતાં પીઆઇ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જે બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો. પોલીસે આપઘાત અંગેના કારણની દિશામાં તપાસ હાથ ધરી છે.
અત્રે જણાવીએ કે, ભાર્ગવ બોરીસાગર માતા પિતાનું એકનું એક સંતાન હતો. જે રાજકોટ ગ્રામ્ય પોલીસમાં રીડર શાખામાં ફરજ બજાવતો હતો. જેની દોઢ મહિના પૂર્વે જેતપુરથી રાજકોટ બદલી થઇ હતી. ઉલ્લેખનીય છે કે, પાંચ મહિના પૂર્વે જ ભાર્ગવના લગ્ન થયા હતા. ભાર્ગવે આ પગલુ કયા કારણોસર ભર્યું છે તે તપાસનો વિષય બન્યો છે.