ગુજરાતમાં આકરી ગરમી વચ્ચે રાજ્યનાં જળાશયોમાં પાણીનાં સ્તરમાં ઘટાડો થયો છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં પાણીનાં સ્તરમાં ઘટાડો નોંધાવા પામ્યો છે. રાજ્યમાં કુલ 206 જળાશયોમાં 45.54 ટકા પાણીનો જથ્થો હોવાનું જાણવા મળી રહ્યું છે.
સરદાર સરોવર નર્મદા ડેમમાં 50.33 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. સૌરાષ્ટ્રનાં 141 જળાશયોમાં માત્ર 25 ટકા પાણી ઉપલબ્ધ છે. ઉત્તર ગુજરાતનાં 15 જળાશયોમાં 34.13 ટકા પાણી ઉપલબ્ધ છે. જ્યારે કચ્છમાં 20 જળાશયોમાં 38 ટકા પાણી ઉપલબ્ધ છે. દક્ષિણ ગુજરાતનાં 13 જળાશયોમં 52 ટકા પાણી ઉપલબ્ધ છે. મધ્ય ગુજરાતનાં 17 જળાશયોમાં 53 ટકા પાણી ઉપલબ્ધ છે. જ્યારે દ્વારકા, પોરબંદર, અમરેલી, સુરેન્દ્રનગર, જામનગર, બોટાદનાં જળાશયોમાં તળીયા દેખાયા છે. તેમજ અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠાનાં જળાશયોમાં પાણીનું સ્તર ઘટ્યું છે. મધ્ય ગુજરાતનાં ખેડામાં જળાશયો બિલકુલ ખાલી છે.
ઉનાળો શરૂ થતાની સાથે જ રાજ્યમાં સિંચાઈનાં પાણીને લઈ ખેડૂતોની ચિંતા વધી છે. ત્યારે ઉત્તર ગુજરાતનાં 15 જળાશયોમાં 34.13 ટકા પાણી ઉપલબ્ધ છે. ત્યારે પીવાનાં પાણીની સ્થિતિે પહોંચી વળવા માટે તેમજ સિંચાઈ માટે પાણીની અછત સર્જાવાની શક્યતા છે. ખેડા જીલ્લામાં 14 ટકા, સુરતમાં 15 ટકા, અમરેલીમાં 18, બોટાદમાં 23 ટકા જ્યારે જામનગરમાં 18 ટકા પાણી છે. આ તમામ વિસ્તારમાં સિંચાઈ માટે પાણીની તંગી સર્જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.