લોકસભા ચૂંટણીઓ અત્યારે ચાલી રહી છે. પ્રથમ તબક્કાનું મતદાન પૂરું થઇ ગયું છે. આ સાથે જ હવે ગુજરાત (Gujarat)માં ત્રીજા તબક્કામાં 7મી મેએ ચૂંટણી યોજાવાની છે. આ ગુજરાતમાં હવે માત્ર 25 બેઠકો માટે જ મતદાન યથાવનું છે. સુરત લોકસભા સીટ પર મુકેશ દલાલ (Mukesh Dala) બિનહરીફ જાહેર થઇ ગયા છે. કોંગ્રેસ (Congress)ના નિલેશ કુંભાણી (Nilesh Kumbhani)નું ફોર્મ રદ્દ થતા ત્યાં બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા. હવે આ જોતા કોંગ્રેસે આક્ષેપ લગાવ્યા છે. અને જેને લઈને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) એક વોટ્સ એપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. જેના પર લોકો ચૂંટણીને લઇ કંઈ ખોટું થઇ રહ્યું હોય તો ફરિયાદ કરી શકશે.
ચૂંટણીનું પવિત્ર પર્વ ભય કે પક્ષપાત વગર તટસ્થતાથી યોજાય એ લોકશાહીનો પાયાનો સિદ્ધાંત. પોલીસ અને તંત્ર દ્વારા ડરાવી, ધમકાવી કે સત્તાધારી પક્ષ તરફી મતદાન કરાવવા માટે મતદાતા પર દબાણ કરવામાં આવી રહ્યું છે તેવી રજૂઆતો મારી પાસે આવી છે.
વધુમાં કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે, હું સૌ જાગૃત મતદાતાઓને કહેવા માગું છું કે, પોલીસ કે તંત્ર દ્વારા આપને મતદાન બાબતે ધમકાવવામાં આવતા હોય તો આ ગુન્હાહીત કૃત્યનું મોબાઈલ ફોનમાં વિડીયો કે ઓડિયો રેકોર્ડિંગ કરો, CCTV કેમેરા હોય તો તેની ફૂટેજ મેળવીને કોંગ્રસ પક્ષના વોરરૂમના વોટ્સઅપ નંબર 8200059989 પર મોકલો. અમારી ટીમ કાયદાકીય કાર્યવાહી કરશે. તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓએ જનસેવક છે. આપનો ધર્મ તટસ્થતાથી ભય વગર કામ કરવાનો છે અને આપ આપની પવિત્ર ફરજ જનસેવક તરીકેની બજાવશો તેવી અપેક્ષા.