સિંગાપુરમાં ભારતીય મસાલા કંપની એવરેસ્ટ અને એમડીએચના અમુક મસાલા પર પ્રતિબંધ લગાવી દીધા છે. બજારથી આ મસાલાની વાપસીના પણ આદેશ આપ્યા છે. સાથે જ લોકોને અને વેચાણકરતાને ચેતાવણી આપી છે. આ પ્રતિબંધ બાદ ભારત સરકારે આ મસાલાની ગુણવત્તાની તપાસના આદેશ આપ્યા છે. સાથે જ દેશમાં વેચાતા બીજી કંપનીઓના મસાલાની તપાસના આદેશ આપ્યા છે. એક સૂત્રએ કહ્યું કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ સિંગાપુર અને હોન્ગકોન્ગની ભારતીય કંપનીના મસાલા પર કાર્યવાહી બાદ દેશભરમાંથી MDH અને એવરેસ્ટ સહિત બધા બ્રાન્ડના મસાલાના નમૂના લેવાના શરૂ કરી દીધા છે.
સૂત્રોએ એજન્સીને જણાવ્યું કે, “હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને એફએસએસઆઈ બજારથી MDH અને એવરેસ્ટ સહિત બધી બ્રાન્ડના મસાલાના નમૂના લઈ રહ્યા છે જેથી આ તપાસ કરી શકાય કે તે FSSAI માપદંડોને પુરા કરે છે કે નહીં.” તેમણે કહ્યું કે FSSAI મસાલાની ગુણવત્તાને નિયંત્રિત નહીં કરે.
આ વચ્ચે ભારતીય મસાલા બોર્ડ ભારતીય બ્રાન્ડ MDH અને એવરેસ્ટના ચાર મિક્સ મસાલા ઉત્પાદનોના વેચાણ પર હોન્ગ કોન્ગ અને સિંગાપુર દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધની તપાસ કરી રહ્યા છે. હકીકતે આ મસાલામાં સ્વીકાર્ય મર્યાદાની સીમાથી વધારે કીટનાશક ‘એથિલીન ઓક્સાઈડ’ મળી આવવાનો દાવો કરવામાં આવ્યો છે.