રાજ્યમાં ફરી લોકોએ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડી શકે છે. રાજ્યનાં તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થશે. તેમજ રાજ્યમાં મોટા ભાગનાં વિસ્તારમાં 39 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. વીવી નગરમાં સૌથી વધુ 40.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે રાજકોટમાં 39.7 અને અમદાવાદમાં 39.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી દિવસોમાં હજુ પણ ગરમી વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
કાળઝાળ ગરમીનાં પગલે હીટ સ્ટ્રોકનાં કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. જેના પગલે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક વોર્ડ પણ ઉભો કરાયો છે. ર્ડાક્ટરોનાં દ્વારા વૃદ્ધો અને બાળકોને બપોરનાં સમયે બહાર ન નીકળવા સૂચન કરવામાં આવ્યું છે. ઘરની બહાર હોવ ત્યરે માથાનો ભાગ કપડા, છત્રી કે ટોપીથી ઢાંકી રાખો વજનમાં હળવા હોય તેવા સુતરાઉ વસ્ત્રો પહેરો તરસ ન લાગે છતાં પર્યાપ્ત માત્રામાં પાણી પાવાનો આગ્રહ રાખોઆંખોનાં રક્ષણ માટે સન ગ્લાસીસ અને લીંબુ પાણી, ભાતનું ઓસામણ, નાળિયેર પાણી સહિતનાં પીણાંનું સેવન કરો ગરમી સામે રક્ષણ માટે પ્રાથમિક સારવાર અંગે તાલીમ લેવી બાળકો, વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓએ વિશેષ કાળજી રાખવી