ભારતીય રેલવે ઇન્ટરનેટ કનેક્શન વાળા સ્માર્ટ ફોન દ્વારા જનરલ ટિકિટ બુક કરવાની સુવિધા પૂરી પાડે છે. રેલ્વે મુસાફરો અનરિઝર્વ્ડ ટિકિટ મેળવવા માટે લાંબી કતારોમાં ઉભા રહેવામાથી મુસાફરોને મુક્તી મળશે અને તેઓ સરળતાથી તેમના મોબાઈલથી અનરિઝર્વ્ડ ટિકિટ બુક કરાવી શકે છે.
યાત્રીકોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને ‘યુટીએસ ઓન મોબાઈલ’ એપમાં મુસાફરી ટિકિટ અને પ્લેટફોર્મ ટિકિટ બંને માટે બાહ્ય મર્યાદા જિયો-ફેન્સિંગ અંતરનો પ્રતિબંધ તાત્કાલિક અસરથી હટાવી દેવામાં આવ્યો છે. આ સાથે રેલવેમાં મુસાફરી કરનારા લોકો હવે તેમના ઘરેથી આરામથી ભારતીય રેલ્વેના કોઈપણ સ્ટેશન માટે તેમની જનરલ ટિકિટ અને પ્લેટફોર્મ ટિકિટ બુક કરી શકે છે.જ્યારે જિયો ફેન્સીંગની આંતરિક મર્યાદા યથાવત રહેશે એટલે કે ટિકિટ બુકિંગ માત્ર સ્ટેશન પરિસરની બહારથી જ માન્ય રહેશે.
નોંધનીય છે કે હાલમાં જીઓ-ફેન્સીંગ અંતર પ્રતિબંધ 20 કિમી હતું. એટલે કે હાલમાં કોઈપણ મુસાફર તે સ્ટેશનથી મહત્તમ 20 કિમીના અંતર સુધી મુસાફરી કરવા માટે જનરલ ટિકિટ અથવા પ્લેટફોર્મ ટિકિટ બુક કરી શકતો હતો. હવે આ પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે. જનરલ ટિકિટ પર મુસાફરી કરતા મુસાફરોની સુવિધા માટે ભારતીય રેલ્વે ઇન્ટરનેટ કનેક્શન સાથે સ્માર્ટ ફોન્સ દ્વારા અનરિઝર્વ્ડ ટિકિટ બુકિંગ (સામાન્ય ટિકિટ ઓનલાઈન)ની સુવિધા પૂરી પાડવા જઇ રહી છે. સુવિધા સાથે રેલ્વે મુસાફરો અનરિઝર્વ્ડ ટિકિટ મેળવવા માટે લાંબી કતારોમાં ઉભા રહેવાથી મુક્તિ મળશે. અને તેઓ સરળતાથી તેમના મોબાઈલથી અનરિઝર્વ્ડ ટિકિટ બુક કરાવી શકે છે.