અમદાવાદના વસ્ત્રાપુરમાં મંદિરના જીર્ણોદ્ધારમાં પત્રિકામાં નામ છપાવવા બાબતે બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો.આ પથ્થરમારા દરમિયાન એક વૃદ્ધાનું મોત થયું છે. જ્યારે સાત લોકોને ઈજા પહોંચી છે. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે પોલીસે સ્થળ પર તથા હોસ્પિટલ પહોંચીને કાર્યવાહી શરૂ કરી છે. વૃદ્ધાના મોત તથા પથ્થરમારા મામલે પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
આ અંગે ઝોન 1 ઇન્ચાર્જ ડીસીપી સફીન હસને જણાવ્યું હતું કે, બે જૂથ વચ્ચે મંદિરના જીર્ણોદ્ધારમાં પત્રિકામાં નામ છાપવા બાબતે કેટલાક સમયથી આંતરવિગ્રહ ચાલી રહ્યો હતો.આજે આ વિગ્રહ વધારે ઉગ્ર થતાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો છે. જેમાં એક મહિલાનું મોત થયું છે. બનાવ અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ સમગ્ર મામલે ગુનો નોંધી વધુ કાર્યવાહી કરશે.
વસ્ત્રાપુરમાં આવેલા ભરવાડવાસમાં એક મંદિરનો જીર્ણોદ્ધાર પ્રસંગ યોજાવવાનો છે. આ પ્રસંગમાં પત્રિકામાં નામ છાપવા બાબતે બે જૂથ વચ્ચે આંતરવિગ્રહ ચાલી રહ્યો હતો. આજે આ મામલો ઉગ્ર બન્યો જેમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો છે. આ પથ્થરમારાની ઘટનામાં સાત લોકોને ઇજા પહોંચી છે. જ્યારે 70 વર્ષના નેવીબેન મેવાડા નામના વૃદ્ધાનું મોત થયું છે.
બનાવની જાણ થતાં ડીસીપી,એસીપી,પીઆઇ સહિતનો મોટો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.પોલીસે સ્થળ પરથી લોકોને દૂર કર્યા છે અને ઘટનાસ્થળે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.આ ઉપરાંત ઘાયલ લોકોને સારવાર માટે વસ્ત્રાપુરની સંજીવની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.જ્યાં મોટી સંખ્યામાં લોકો પહોંચતા પોલીસે તમામ લોકોને હોસ્પિટલ પાસેથી પણ દૂર ખસેડ્યા છે.હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા ગુનો નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી છે તથા મૃતક મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. પરંતુ હાલમાં પણ પરિવારમાં રોષ ભરાયેલો છે અને માંગ કરી રહ્યો છે કે જ્યા સુધી આરોપીઓ પકડાશે અહીં ત્યાં સુધી