ગુજરાતના રાજકારણમાં અત્યારે ભારે ધમાસાણ જોવા મળી રહ્યો છે. લોકસભાની ચૂંટણી શરૂ થઈ ગઈ છે. આજે દેશના 13 રાજ્યોની 88 બેઠકો પરના મતદાન થઈ રહ્યું છે. આ દરમિયાન ગુજરાત ના રાજકારણમાં નવા સમાચાર સામે આવ્યાં છે. મળતી વિગતો પ્રમાણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા ભાજપ માં જોડાવાના છે. નોંધનીય છે કે, આવતીકાલે અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા પોતાના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે. ઉલ્લેખનીય છે કે, અત્યારે ભારતીય જનતા પાર્ટી વધારેને વધારે મજબૂત થઈ રહી છે. અનેક દિગ્ગજ નેતાઓ પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.
અહિયાં નોંધનીય છે કે, આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા કેસરિયા ધારણ કરી લેવાના છે. મળતી વિગતો પ્રમાણે આ બન્ને નેતાઓ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલના હસ્તે કેસરિયો ખેસ ધારણ કરવાના છે. ઉલ્લેખનીય છે કે, અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા બંને આમ આદમી પાર્ટીમાંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. એક સમયે ભાજપ (BJP)નો વિરોધ કરવા વાળા આ નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યારે લોકસભાની ચૂંટણી લઈને રાજકીય માહોલ જામેલો છે. 13 રાજ્યોની 80 બેઠકો પર મતદાન પણ ચાલી રહ્યું છે. ગુજરાતની વાત કરવામાં આવે તો સાતમા તબક્કામાં 7 મે ના રોજ મતદાન થવાનું છે. જેને લઈને બીજેપી ભારે પ્રચાર પણ કરી રહી છે. નોંધનીય છે કે, ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની 26 બેઠકોમાંથી 25 પર જ વિજય મેળવવાનો છે. કારણ કે, સુરત લોકસભા બેઠક પર તો બીજેપીની ચૂંટણી લડ્યા પહેલા જ બિનહરીફ જીત થઈ ગઈ છે.ભારતની વાત કરવામાં આવે તો પીએમ નરેન્દ્ર મોદી દ્વારા 400 પારનો નારો આપવામાં આવ્યો છે. જેથી બીજેપી પણ અત્યારે 400 પારના લક્ષ સાથે પ્રચાર કરી રહી છે