લોકસભાની ચૂંટણી ટાણે પોલીસબેડામાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. ગુજરાતના 12 IPS અધિકારીઓની બદલીના આદેશ છૂટ્યા છે. જી હા…પાંચ IPS અધિકારીઓની બદલીમાં ગગનદીપ ગંભીરને ગાંધીનગર ADGP બનાવાયા છે, જ્યારે રાઘવેન્દ્ર વત્સને સુરત ક્રાઈમ એસીપી બનાવાયા છે. અજીત રાજીયાનને અમદાવાદ શહેર ડીસીપી ક્રાઈમ બનાવાયા છે. લવિના સિંહાને ડીસીપી સાયબર ક્રાઈમ અને હિમાંશુ વર્માને DCP ZONE 1 અમદાવાદમાં મૂક્યા છે.
રાજ્યના ગૃહ વિભાગે અધિકારીઓની બદલીના આદેશ આપ્યા છે. જેમાં 10 આઇપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે જ્યારે 2 SPSની પણ બદલી કરવામાં આવી છે. આમ ગૃહ વિભાગે કુલ 12 અધિકારીઓની બદલી કરી છે.
. IGP ગગનદીપ ગંભીર (Gagandeep Gambhir IPS) – વહીવટ વિભાગ
. IGP રાઘવેન્દ્ર વત્સ (Raghavendra Vatsa IPS) – સુરત ક્રાઈમ બ્રાંચ
. DIG શરદ સિંઘલ (Sharad Singhal IPS) – અમદાવાદ ક્રાઈમ બ્રાંચ
. SP ચૈતન્ય માંડલિક (Chaitanya Mandlik IPS) – CID Crime કટ્ટરપંથી વિરોધી વિભાગ
. SP મનિષ સિંઘ (Manish Singh IPS) – મોટર ટ્રાન્સપોર્ટ (MT) ગાંધીનગર
. SP ઉષા રાડા (Usha Rada IPS) – SRPF મુડેટી, સાબરકાંઠા
. SP ડૉ. લવિના સિંહા (Dr. Lavina Sinha IPS) – DCP સાયબર ક્રાઈમ અમદાવાદ
. SP રૂપલ સોલંકી (Rupal Solanki SPS) – DGP ઑફિસ સ્ટાફ ઑફિસર
. SP ભારતી પંડ્યા (Bharti Pandya SPS) – Technical Service