ભાવનગરનાં વાતાવરણમાં અચાનક બદલાવ આવવા પામ્યો હતો. જેમાં શહેરનાં અનેક વિસ્તારમાં વહેલી સવારે ઝરમર વરસાદ પડ્યો હતો. મસ્તરામબાપા મંદિર, ચિત્રા યાર્ડ, આખલોલ જકાતનાકા, વરતેજ સહિતનાં વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. શહેરનાં અંતરિયાળ વિસ્તારોમાં પણ ક્યાંક ક્યાંક ઝરમર વરસાદ વરસ્યો હતો.
નવસારી જીલ્લાનાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. જીલ્લાનાં ગણદેવી તાલુકાનાં વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા હતા. ગણદેવી તાલુકાનાં બીલીમોરા સહિત વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. વરસાદી માહોલને કારણે લોકોને બફારાથી રાહત મળી હતી. ગણદેવી સહિત વિસ્તારોમાં કેરી, ચીકુનાં પાકને નુકશાનની ભીતી સેવાઈ રહી છે.
તાપી જીલ્લાનાં વાતાવરણમાં પણ અચાનક પલ્ટો આવ્યો હતો. જીલ્લામાં વ્યારા તાલુકાનાં કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. વહેલી સવારથી જીલ્લામાાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. અચાનક આવેલા પલટાથી લોકોને ગરમીમાંથી આંશિક રાહત થવા પામી હતી.
ઉનાળા ઋતુનો સમય ચાલી રહ્યો છે. અને ગરમી પણ સતત વધી રહી છે. ઉનાળાની ઋતુ બાદ લોકો સારા ચોમાસાની રાહ જોવે છે. એક લોકવાયકા મુજબ ચોમાસા અગાઉ ટીટોડી જ્યાં ઈંડા મૂકે એના આધારે ચોમાસું કેવું રહેશે તેનો વરતારો કરી શકાય છે. ત્યારે આવી જ સુરત શહેરની વચ્ચોવચ આવેલા શહેર પોલીસના પરેડ ગ્રાઉન્ડની વચ્ચોવચ ટીટોડીએ ચાર ઈંડા મૂક્યા છે. ટીંટોડીએ જમીન ઉપર ચાર ઉભા ઈંડા મુક્યા છે. જાણકારોનું કહેવું છે કે, જો ટીટોડી ઉભા ઈંડા મુકવામાં આવે તો ખૂબ સારો વરસાદ થાય છે અને ચાર મહિના સુધી વરસાદ આવશે. આ સાથે અન્ય જાણકારો કહે છે કે, ટીટોડીએ જમીન ઉપર ઈંડા મૂક્યા છે તો વરસાદ મોડો આવશે.