ગુજરાતમાં હાલ ચૂંટણીનો માહોલ જામ્યો છે. સમગ્ર ગુજરાત (Gujarat)માં પ્રચાર પડઘમ ચાલી રહ્યા છે. સુરત (Surat)માં હાઈવૉલ્ટેજ ડ્રામા બાદ કોંગ્રેસ (Congress)ના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થયું હતું. ટેકેદારો હાજર ન થતાં નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ કરવામાં આવ્યું હતું. સાથે જ ભાજપ ત્યાં બિનહરીફ વિજેતા થયું છે. હવે કોંગ્રેસે નિલેશ કુંભાણી (Nilesh Kumbhani)ને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ (Suspend) કર્યા છે. સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીને આજે સસ્પેન્ડ કર્યા છે. સુરત કોંગ્રેસમાં તેના વિરોધમાં રોષ વધી રહ્યો હોવાથી ગઈ કાલે તેમના વિરોધમાં ‘વોન્ટેડ’ના પોસ્ટર્સ લગાવવામાં આવ્યા હતા. અને આજે તેમને 6 વર્ષમાંથી કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, હાલ કુંભાણી ગુમ છે અને છેલ્લા કેટલાક દિવસથી સૌ કોઈ તેમણે શોધી રહ્યા છે. તેમની સામે બનાવટ અને છેતરપીંડીના આરોપો સામે પોલિસે FIR નોંધવાનો ઇનકાર કર્યો હતો. નિલેશ કુંભણીનું ફોર્મ રદ્દ થાય બાદથી જ તેઓ ગુમ છે, હાલ તો તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.આ બધા વચ્ચે તેમની ભાજપમાં જોડાવવાની અટકળો પણ વહેતી થઈ હતી. જે બાદ સુરતમાં તેમના વિરુધ્ધ રોષ વધુ ભભૂકયો હતો.
રવિવારે કુંભાણીનું ફોર્મ ત્યારે રદ કરી દેવામાં આવ્યું હતું જયારે તેમના ત્રણ સમર્થકોએ એફિડેવિટ દાખલ કરી હતી કે તેઓએ ઉમેદવારી ફોર્મ પર સહી કરી નથી. આ પછી કુંભાણી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને તેમના પરિવાર કે પક્ષના સભ્યોના સંપર્કમાં પણ નથી. તેમના પરિવારના સભ્યો બુધવારે ઘરે પરત ફર્યા અને મીડિયાકર્મીઓને જણાવ્યું કે કુંભાણી તેમના સંપર્કમાં નથી. પરિવારના સભ્યોએ દાવો કર્યો હતો કે તેઓ પાર્ટીના નેતાઓ સાથે આ મુદ્દે ચર્ચા કરવા અમદાવાદ ગયા હતા.