મેસેજિંગ એપ WhatsAppનો ઉપયોગ વિશ્વભરમાં થાય છે. આ એપના યુઝર્સની પર્સનલ ચેટ અને ડેટાને સુરક્ષિત રાખવા નવા નવા અપડેટ આવતા રહે છે. હવે WhatsAppના યુઝર્સ પાસવર્ડ સિવાય ફિંગરપ્રિન્ટ અને ફેસ આઈડી લોકથી લોગિન કરી App ચાલુ કરી શકશે. WhatsApp એ IOS યૂઝર્સ માટે આ Passkeys ફીચર રોલઆઉટ કરી દીધું છે.
હવે IOS યૂઝર્સને આ ફીચર મળતા તેમને લોગિન માટે પાસવર્ડ યાદ રાખવાની જરૂર નહીં પડે. આ Passkeys ફીચરથી બાયોમેટ્રિક ઓળખ વડે લોગિન કરી શકાશે. તેનાથી WhatsApp હેક થવાનો ખતરો પણ નહીં રહે. ઉલ્લેખનીય છે કે, આ ફીચર એન્ડ્રોઈડ યુઝર્સને ઓક્ટોબર 2023થી મળી ગયું હતું. IOS યૂઝર્સ માટે અત્યારે લાવવામાં આવ્યું છે.
વિવિધ એપ્લિકેશનો તેમના યુઝર્સને વધારેમાં વધારે સારી સુવિધા અને સિક્યોરિટી મળી રહે તે માટે પોતાનામાં સુધારો કરી નવા નવા અપડેટ લાવતી હોય છે. જેથી WhatsApp પણ તેમના યુઝર્સો માટે લોગિન માટેનો આસાન વિકલ્પ લાવ્યું છે. ફિંગરપ્રિન્ટ અને FaceID નો ઓપ્શન આવવાથી યુઝર્સે હવે આંકડાઓવાળો પાસવર્ડ યાદ નહીં રાખવો પડે. Passkeys ફીચરનો ઉપયોગ એકદમ આસાન છે. આ લોક સિસ્ટમને તમે ગમે ત્યારે રિમુવ પણ કરી શકો છો.