મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરમાં અમુક સ્વનિર્ભર શાળાઓ FRCએ નક્કી કરેલી ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર લગાવતી ન હોવાની ફરિયાદ ઉઠી રહી છે, ત્યારે અમદાવાદ DEOએ શહેરની તમામ સ્વનિર્ભર શાળાને પત્ર લખ્યો છે. જેમાં એફ આર સીએ નક્કી કરેલી ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર લગાવવા આદેશ આપ્યો છે.
આ આદેશનું પાલન નહીં કરનારા શાળા વિરુદ્ધ DEO કાર્યવાહી કરશે. આ સાથે જ અમુક શાળાઓ વાલીઓ પાસેથી આખા વર્ષની ફીની ઉઘરાણી કરતી હોવાની પણ ડીઈઓને ફરિયાદ મળી છે. જેથી ડીઈઓએ આખા વર્ષની ફી એક સાથે ન લેવા આદેશ આપ્યો છે. સાથે જ અમદાવાદ DEOએ આખા વર્ષની ફી ઉઘરાવનારી સ્કૂલની ફરિયાદ કરવા સૂચન કર્યું છે.
FRCના પગલે જે શાળા ફી ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં રાખે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથો સાથ શાળા 3 મહિનાથી વધુ સમયની ફી સાથે લેશે તો કાર્યવાહી કરવામાં આવશે. આપને જણાવીએ કે, કેટલીક શાળાઓ વાર્ષિક ફી માટે વાલીને દબાણ કરે છે જેને લઈ DEOને ફરિયાદ કરવા સૂચન કર્યું છે
આ બાબતે વધુ કાર્યવાહી કરતા અમદાવાદના DEO એ શહેરમાં આવેલી તમાત સ્વનિર્ભર શાળાઓને પત્ર લખી ફીનો ચાર્ટ નોટીસ બોર્ડ પર લગાવવા ફરમાન કરેલ છે.