પ્રકૃતિ અત્યારે પોતાનો સાચો રંગ બતાવી રહી છે. જે રીતે આપણે પ્રકૃતિને ડેમેજ કરી તેથી હવે પ્રકૃતિ પણ તેનું પરિણામ આપી રહીં છે. જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં જમીમ ધસી જવાને કારણે 50 થી વધારે ઘરો, ચાર વીજળીના ટાવર, એક એક રીસીવિંગ સ્ટેશન અને મુખ્ય માર્ગને નુકસાન થયું હતું. નોંધનીય છે કે, અધિકારીઓએ આ બાબતે જાણકારી આપી છે. રામબનના ડેપ્યુટી કમિશનર બસીર-ઉલ-હક ચૌધરીએ જિલ્લા મુખ્યાલયથી લગભગ 5 કિમી દૂર પરનોટ ગામની મુલાકાત લીધી હતી અને અસરગ્રસ્ત પરિવારોને સહાય અને વીજળી સહિત આવશ્યક સેવાઓ પુનઃસ્થાપિત કરવાની ખાતરી આપી હતી. પેરનોટ ગામના અચાનક જમીન ધસવાથી બાદ ગુરુવારે સાંજે ઘરોમાં દરારો આવવા લાગી અને ગૂલ અને રામવન વચ્ચે રોડ તૂટી જવાથી સંપર્કે પણ તૂટી ગયો હતો. આ પછી ઘણા પરિવારોને સુરક્ષિત સ્થળોએ જવું પડ્યું. ડેપ્યુટી કમિશનર ચૌધરી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
તેમણે કહ્યું, ‘આ કુદરતી આપત્તિ છે અને જિલ્લાના વડા હોવાના કારણે હું અસરગ્રસ્ત પરિવારોને ખોરાક અને આશ્રય આપવાની સંપૂર્ણ જવાબદારી લઉં છું, જ્યારે અધિકારીઓની એક ટીમને બોલાવવામાં આવી છે.’ અસરગ્રસ્ત વસ્તીના પુનર્વસન અને આવશ્યક સેવાઓની પુનઃસ્થાપન પર દેખરેખ રાખવા માટે તૈનાત કરવામાં આવ્યા છે.રામબનના અધિકારીએ જણાવ્યું કે, જમીન હજુ પણ ખસી રહી છે અને વીજળી જેવી આવશ્યક સેવાઓને પુનઃસ્થાપન કરવાની અમારી પ્રથમ પ્રાથમિકતા છે. અત્યારે તેમણે જણાવ્યુ કે, અમે પીડિતો માટે તંબુ અને અન્ય વસ્તુઓ આપીશું અને મેડિકલ કેમ્પ પણ લગાવીશું. તેમણે લોકોને ગભરાશો નહીં અને તેમના જીવનની સુરક્ષા માટે સાવચેતીનાં પગલાં લેવા જણાવ્યું હતું. સ્થાનિક સ્વયંસેવકો, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ટીમો સાથે, અસરગ્રસ્ત લોકોને નુકસાન થયેલા ઘરોમાંથી સામાન બહાર કાઢવામાં મદદ કરી રહ્યા છે.